રશિયન ફિલ્મ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયાનો બ્રૅન્ડ ઍમ્બૅસૅડર નિયુક્ત કર્યો ઇમ્તિયાઝ અલીને

20 October, 2021 03:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફેસ્ટિવલ વિશે ઇમ્તિયાઝે કહ્યું હતું કે ‘હું તમામ ભારતીયોને 16 ઑક્ટોબરથી શરૂ થતી ફિલ્મોને જોવાની વિનંતી કરું છું. આ બન્ને દેશો ઘણાં સમયથી સિનેમેટિક ભાગીદારી નિભાવી રહ્યા છે.

ઇમ્તિયાઝ અલી

ઇમ્તિયાઝ અલીને ‘રશિયન ફિલ્મ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા’નો બ્રૅન્ડ ઍમ્બૅસૅડર બનાવ્યો છે. 16 ઑક્ટોબરથી 27 નવેમ્બર સુધી ભારતીય દર્શકોને ડિઝની+હૉટસ્ટાર પર રશીયાની 10 વિવિધ ફિલ્મો દેખાડવામાં આવશે. રશિયા અને ભારત વચ્ચે સાંસ્કૃતિક ભાગીદારી ઘણાં વર્ષોથી છે. રાજ કપૂર અને મિથુન ચક્રવર્તી રશિયામાં ખૂબ પ્રસિદ્ધ છે. આ ફેસ્ટિવલને 2020માં લૉન્ચ કરવામાં આવ્યો હતો. 14 દેશોમાં એને ખાસ્સી સફળતા મળી છે. ઇમ્તિયાઝ ‘લવ આજ કલ’, ‘જબ વી મેટ’, ‘રૉકસ્ટાર’ અને ‘તમાશા’ માટે જાણીતો છે. આ ફેસ્ટિવલ વિશે ઇમ્તિયાઝે કહ્યું હતું કે ‘હું તમામ ભારતીયોને 16 ઑક્ટોબરથી શરૂ થતી ફિલ્મોને જોવાની વિનંતી કરું છું. આ બન્ને દેશો ઘણાં સમયથી સિનેમેટિક ભાગીદારી નિભાવી રહ્યા છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news imtiaz ali