શર્વરી વાઘ ગીત અને વેદાંગ રૈના આદિત્ય

06 March, 2026 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇમ્તિયાઝ અલીએ કહ્યું કે તેને હાલમાં જબ વી મેટમાં લીડ રોલ ભજવવા માટે આ કલાકારો યોગ્ય લાગે છે

ઇમ્તિયાઝ અલી

ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘જબ વી મેટ’ ૨૦૦૭માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કરીના કપૂર અને શાહિદ કપૂરે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. ફિલ્મમાં કરીના કપૂરે નિભાવેલું ‘ગીત’નું પાત્ર ખૂબ જ લોકપ્રિય બન્યું હતું અને સોશ્યલ મીડિયામાં પણ ચર્ચાનું કેન્દ્ર રહ્યું હતું. ફિલ્મનાં ગીતો પણ ખૂબ હિટ થયાં હતાં અને આજે પણ દર્શકો વચ્ચે લોકપ્રિય છે.

આ ફિલ્મને મળેલી જબરદસ્ત સફળતાને કારણે ફૅન્સ એની સીક્વલ જોવા ઇચ્છે છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં 

જ્યારે ઇમ્તિયાઝ અલીને પૂછવામાં આવ્યું કે જો ‘જબ વી મેટ’નું આધુનિક વર્ઝન બનાવવામાં આવે તો તેઓ મુખ્ય ભૂમિકામાં કોને પસંદ કરશે? આ સવાલનો જવાબ આપતાં ઇમ્તિયાઝ અલીએ કહ્યું હતું કે ‘આ ઉંમરે મને લાગે છે કે શર્વરી વાઘ અને વેદાંગ રૈના આ ભૂમિકાઓ માટે યોગ્ય રહી શકે. તેઓ યુવા છે અને તેમની પાસે એ પ્રતિભા છે જે તેમને આ રોલ માટે પર્ફેક્ટ બનાવે છે.’
આ અગાઉ પણ ઇમ્તિયાઝ અલીએ પોતાની ફિલ્મનાં પ્રિય પાત્રોના કલ્પિત ભવિષ્ય વિશે મજાકીય અંદાજમાં જવાબ આપ્યો હતો. ૨૦૨૪માં એક કાર્યક્રમમાં જ્યારે તેને પુછાયું કે આજે ગીત અને આદિત્ય ક્યાં હશે ત્યારે તેણે હસતાં-હસતાં કહ્યું હતું કે તેમની પર્સનાલિટી સાવ અલગ હોવાથી કદાચ છૂટાછેડા માટે વકીલની ઑફિસમાં જોવા મળી શકે.

jab we met shahid kapoor kareena kapoor imtiaz ali sharvari wagh vedang raina entertainment news bollywood bollywood news