Ind-Pak Tension: હાલની તણાવભરી પરિસ્થિતિ વચ્ચે આલિયા ભટ્ટની ઈમોશનલ પોસ્ટ- ચાર પાનાંમાં છલકાવી લાગણી

13 May, 2025 02:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ind-Pak Tension: છેલ્લા કેટલાંક દિવસથી જે પ્રકારનું દેશમાં વાતાવરણ છે તે મુદ્દે આલિયા ભટ્ટે સરસ રીતે વાચા આપી છે. તેણે ચાર પાનાંમાં લાગણી છલકાવી છે.

આલિયા ભટ્ટની અને સૈનિકની ફાઇલ તસવીર

ભારત-પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિ (Ind-Pak Tension) વચ્ચે અનેક બૉલીવુડ સેલેબ્સ પોતાના મનની વાત જણાવી રહ્યા છે. આમ તો અત્યારે યુદ્ધ વિરામ અકબંધ છે. છતાં પણ ગઈ કેટલીક રાતો દેશના તમામ સામાન્ય નાગરિકો માટે ખૂબ જ પીડાદાયક અને ચિંતામય રહી છે. 

જાણીતી એક્ટ્રેસ આલિયા ભટ્ટે ભારતના વીર જવાનો માટે ખાસ મેસેજ લખીને સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો હતો. 

તેણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ (Ind-Pak Tension) પર પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે.  ગઇકાલે નરેન્દ્ર મોદીએ પણ ભારતના શસસ્ત્ર દળ અને સૈનિકોની સરાહના કરી હતી. હવે આલિયાએ સરહદ પર પોતાના જીવની પરવા કર્યા વગર દેશની સુરક્ષા માટે ઉભેલા અને દુશ્મનના પ્રત્યેક પ્રહારનો સામનો કરી જડબાતોડ જવાબ આપી રહેલા સૈનકો માટે હ્રદયના ઊંડાણથી મેસેજ લખ્યો છે. તેણે સૈનિકોની પ્રશંસા કરી છે.

આલિયાએ ચાર પેજનો મેસેજ લખ્યો છે. આવો તેમાં શું કહ્યું છે તે વાંચીએ. 

પેજ- ૧ 

13 મે, 2025. સવારે 8:58 કલાક.

Ind-Pak Tension: છેલ્લી કેટલીક રાતોનો અનુભવ અલગ જ રહ્યો છે. જ્યારે કોઈ રાષ્ટ્ર પોતાના શ્વાસ થંભાવી દે છે ત્યારે ચોક્કસપણે હવામાં શાંતિ પ્રસરેલી રહે છે. અને છેલ્લા કેટલાક દિવસોથી આપણે જે શાંતિનો અનુભવ કર્યો છે. તે એંગઝાયટી, તણાવની નાડી કે જે દરેક વાતચીતની પાછળ, દરેક ન્યૂઝ નોટિફિકેશન પાછળ, દરેક ડિનર ટેબલની આસપાસ ગુંજતી રહે છે.  આપણે એ દુખ મહેસુસ કર્યું કે આપણા સૈનિકો ક્યાંક ખુલ્લા પર્વતોની વચ્ચે જાગી રહ્યા છે, સતર્ક છે અને જોખમમાં પણ છે.


પેજ - ૨ 

આલિયા ભટ્ટ આગળ લખે છે કે- જ્યારે આપણામાંથી મોટાભાગના લોકો અમારા ઘરોમાં ભરાઈ પડ્યા છીએ. ત્યાં અંધારામાં ઊભા રહેલા આપણા જવાન આપણી રક્ષા કરી રહ્યા છે. પોતાની જિંદગી સાથે, અને આ સચ્ચાઈ તમારા પર કશીક અસર છોડી જાય છે. કારણ કે તમને અહેસાસ હોય છે કે તે ફક્ત બહાદુરી નથી, તે બલિદાન છે અને દરેક વરદી (જવાન) પાછળ એક માતા હોય છે જે ઊંઘતી એક માતા જે જાણે છે કે તેનું સંતાન હાલરડાંની નહીં પણ અનિશ્ચિતતાની રાતનો સામનો કરી રહ્યું છે, તણાવની એક શાંતિ જે કોઇપણ ક્ષણમાં વિખરાઈ શકે છે.

પેજ - ૩ 

ત્રીજા પાનાંમાં એ લખે છે કે - રવિવારે આપણે મધર્સ ડે ઉજવ્યો.અને એ દિવસે ફૂલો આપવામાં આવી રહ્યા હતા અને આલિંગન થઈ રહ્યું હતું, ત્યારે હું એ માતાઓ વિશે વિચારી શકતા પોતાને રોકી ન શકી, જેમણે હિરોઝને ઉછેર્યા હતા અને તેમનામાં તાકાત સાથે ગૌરવને ભર્યું હતું.  આપણે એ લોકો માટે શોક કરીએ છીએ જેઓને આપણે ખોઈ નાખ્યા છે. એ જવાન જે ક્યારેય ઘરે પાછો નહીં આવે, જેમના નામ હવે આ દેશના આત્મામાં અંકિત છે. (Ind-Pak Tension) તેમના પરિવારને આ દુખ સહન કરવાની શક્તિ મળજો

પેજ - ૪ 

અંતિમ પેજમાં તે લખે છે કે - તો અમે આજ રાત અને આવતી તમામ રાત્રે તણાવને કારણે જનમતા મૌનની વધવાની નહીં પણ શાંતિથી વધતાં મૌનની વધવાની આશા કરું છું.  એ દરેક માતાપિતાને પ્રેમ પાઠવો જે હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા છે. તેઓનાં આંસુ રોકી રહ્યા છે. કારણ કે તમારી તાકાત આ દેશને તમે કલ્પના પણ ન કરી શકો તેના કરતાં પણ આગળ લઈ જઇ શકે છે. આ સ્થિતિમાં, આપણે બધા સાથે છીએ. આપણા ડિફેન્ડર્સ માટે, ભારત માટે. જય હિંદ.`

Ind-Pak Tension: આમ, હ્રદયના ભાવોને અને છેલ્લા કેટલાંક દિવસથી જે પ્રકારનું દેશમાં વાતાવરણ છે તે મુદ્દે આલિયા ભટ્ટે સરસ રીતે વાચા આપી છે. આલિયા ભટ્ટ જેવી અનેક હસ્તીઓ આતંકવાદ સામે ભારત સરકારે શરૂ કરેલા ‘ઑપરેશન સિંદૂર’ને વધાવી રહ્યા છે. વખાણી રહ્યા છે.

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news alia bhatt ind pak tension social media