કાળો દોરો અને હનુમાન ચાલીસા

02 May, 2026 08:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રિયંકા ચોપડાના પર્સમાં આ ઉપરાંત ડાઘ દૂર કરતી પેન, પોર્ટેબલ ચાર્જર અને ઇન્હેલર તો હોય જ છે. દીકરીએ સ્ટિકર્સથી સજાવેલો ફોન અને પતિ સાથેની ૨૦૧૮ની તસવીર, પ્રિયંકા ચોપડાની ટોટ બૅગમાંથી મળી આવી ક્યુટ યાદગીરી

પ્રિયંકાએ પોતાના પર્સમાં શું હોય છે એ જણાવ્યું

સેલિબ્રિટીના પર્સમાં શું રહે છે એ જાણવાની ફૅન્સને આતુરતા હોય એ સ્વાભાવિક છે. હવે પ્રિયંકાએ પોતાના પર્સમાં શું હોય છે એ જણાવ્યું છે અને એ વસ્તુઓનાં નામ જાણીને ફૅન્સને ભારે આશ્ચર્ય થયું છે. હાલમાં પ્રિયંકાએ એક વાતચીત દરમ્યાન ખુલાસો કર્યો છે કે તે પર્સમાં કાળો દોરો અને હનુમાન ચાલીસા પણ રાખે છે. પ્રિયંકાએ પોતાની બૅગમાં રાખેલી વસ્તુઓનો ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘હું મારી બૅગમાં કાળો દોરો રાખું છું, કારણ કે ભારતમાં માન્યતા છે કે કાળો દોરો ખરાબ નજર અને નકારાત્મક શક્તિઓથી બચાવે છે. આ ઉપરાંત મારી બૅગમાં ડાઘ દૂર કરતી પેન પણ હોય છે. હું મારા મોંઘા ડિઝાઇનર ડ્રેસની ખૂબ કાળજી રાખું છું અને એટલે જ પેન હંમેશાં મારી સાથે રહે છે. મારી બૅગમાં હનુમાન ચાલીસા પણ હોય છે, કારણ કે મને લાગે છે કે આ ભગવાન હનુમાનની પ્રાર્થના દરેક મુસાફરીમાં મારું રક્ષણ કરે છે. મારા ફોનમાં લેબલ લગાવેલું પોર્ટેબલ ચાર્જર તેમ જ મારા અસ્થમાને કારણે ઇન્હેલર પણ હોય છે.’ 

પ્રિયંકા ચોપડા અત્યારે પર્ફેક્ટ ફૅમિલી-લાઇફ જીવી રહી છે. હાલમાં તેણે એક વાતચીત દરમ્યાન તેની ડીઓરની બ્રૅન્ડેડ ટોટ બૅગ ખોલીને એની વસ્તુઓ બતાવીને જણાવ્યું હતું કે એના સ્ટિકર્સથી સજાવેલા ફોન પાછળ દીકરી માલતી મારીની ક્રીએટિવિટી છે. પ્રિયંકાએ પોતાના પર્સની વસ્તુઓ અને ફોન દેખાડતાં કહ્યું હતું કે ‘માલતી હાલ ‘ફૅન્સી’ ફેઝમાંથી પસાર થઈ રહી છે અને તેણે મારો ફોન ઘણાં બધાં સ્ટિકર્સથી સજાવ્યો છે. માલતીને લાગ્યું કે મારો ફોન પૂરતો ફૅન્સી નહોતો. મારી બૅગમાં માલતીનાં ક્યુટ રબર-બૅન્ડ્સ પણ રાખેલાં હોય છે. જો માલતી સ્કૂલ ન જતી હોત તો હું તેને હંમેશાં મારી સાથે જ રાખત. મારા પર્સમાં ૨૦૧૮ની મારી અને નિક જોનસની એક ખાસ તસવીર પણ છે. આ તસવીરની ક્ષણ મને ખૂબ પ્રિય છે.’ 

priyanka chopra Nick Jonas bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news