22 May, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિજય વર્મા, ફારાહ ખાન (વિજયના ઘરની ઝલક)
વિજય વર્મા છેલ્લા કેટલાક સમયથી તમન્ના ભાટિયા સાથેના તેના બ્રેકઅપને લઈને ચર્ચામાં છે. જોકે હવે તેની રિલેશનશિપની નહીં પણ તેના નવા ઘરની ચર્ચા થઈ રહી છે. હાલમાં વિજય નવા આલીશાન ફ્લૅટમાં શિફ્ટ થયો છે જેની ઝલક ફિલ્મમેકર ફારાહ ખાને તેના વ્લૉગમાં બતાવી છે. ફારાહ હાલમાં તેના કુકિંગ-વ્લૉગ માટે વિજય વર્માના ઘરે ગઈ હતી અને તેણે આ ઘરની ઝલક દર્શાવી હતી.
વિજય વર્માનું આ ઘર અંદરથી એકદમ લક્ઝરી હોટેલ જેવું છે. આ ઘરના હૉલમાં સફેદ અને ગ્રે રંગના સોફા તેમ જ મોટું ટીવી રાખવામાં આવ્યું છે. ઘરના ડાઇનિંગ એરિયામાં લાકડાની બ્રાઉન ખુરસીઓ અને ટેબલ રાખવામાં આવ્યાં છે. વિજયના નવા ઘરનું કિચન પણ ખૂબ મોટું અને હવાદાર છે, એમાં તાજી હવા માટે બાલ્કની છે.