રશ્મિકા મંદાના અને વિજય દેવરકોન્ડાનાં લગ્નમાં સુરક્ષા સંભાળશે ઇન્ટરનૅશનલ સિક્યૉરિટી એજન્સી

22 February, 2026 01:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિપોર્ટ પ્રમાણે સમારંભમાં ‘નો-ફોન પૉલિસી’ પણ લાગુ કરવાની ચર્ચા છે જેના કારણે પ્રાઇવસી જાળવવા માટે મહેમાનોને સ્થળ પર મોબાઇલ લઈ જવાની મંજૂરી નહીં હોય.

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોન્ડા

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોન્ડા ૨૬ ફેબ્રુઆરીએ રાજસ્થાનના ઉદયપુરમાં લો-કી લગ્નસમારંભ યોજવાની તૈયારીમાં છે એવા રિપોર્ટ છે. લગ્નસમારંભમાં બહુ મર્યાદિત મહેમાનોને જ આમંત્રિત કરવાની યોજના છે. કાર્યક્રમ સંપૂર્ણ ખાનગી રહે એ માટે કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવાઈ રહી છે. કહેવામાં આવે છે કે આ લગ્નમાં સુરક્ષાની જવાબદારી સોંપવા માટે કપલે ઇન્ટરનૅશનલ સિક્યૉરિટી એજન્સીની પસંદગી કરી છે. આ એજન્સી સ્થાનિક સુરક્ષાટીમ સાથે મળીને સમગ્ર સ્થળને સુરક્ષિત રાખશે. રિપોર્ટ પ્રમાણે સમારંભમાં ‘નો-ફોન પૉલિસી’ પણ લાગુ કરવાની ચર્ચા છે જેના કારણે પ્રાઇવસી જાળવવા માટે મહેમાનોને સ્થળ પર મોબાઇલ લઈ જવાની મંજૂરી નહીં હોય.

rashmika mandanna vijay deverakonda celebrity wedding bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news