૪૪ વર્ષની અનુષ્કા શેટ્ટી એક બિઝનેસમૅન સાથે લગ્ન કરવાના પ્લાનિંગમાં?

16 March, 2026 10:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટ્રેસ અને પ્રભાસ રિલેશનશિપમાં હોવાની ચર્ચા હતી, પણ બન્નેમાંથી કોઈએ ક્યારેય આ વાતનો સ્વીકાર નથી કર્યો

અનુષ્કા શેટ્ટી

‘બાહુબલી’માં દેવસેનાનો રોલ કરીને ભારે લોકપ્રિયતા મેળવનાર ૪૪ વર્ષની સાઉથ ઇન્ડિયન ઍક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી હવે લગ્ન કરવાની છે એવી ચર્ચા છે. અનુષ્કા ઘણી વાર પોતાનાં લગ્ન અને ડેટિંગ વિશેની અફવાઓને લઈને ચર્ચામાં રહી છે. લાંબા સમયથી અનુષ્કાનું નામ ઍક્ટર પ્રભાસ સાથે જોડવામાં આવી રહ્યું છે પણ બન્નેએ આ અહેવાલને અનેક વખત નકારી કાઢ્યા છે અને એકબીજાને માત્ર સારા મિત્ર ઓળખાવ્યાં છે.

રિપોર્ટ પ્રમાણે અનુષ્કા હવે બહુ જલદી લગ્ન કરવાની છે, પરંતુ તેનો ભાવિ પતિ પ્રભાસ નહીં પણ કોઈ બિઝનેસમૅન હોવાનું કહેવાઈ રહ્યું છે. અનુષ્કાના ભાવિ પતિનો પરિવાર અનુષ્કાના પરિવાર સાથે નિકટતા ધરાવે છે પણ એ સિવાય બીજી કોઈ વિગત હજી જાહેર કરવામાં આવી નથી. અનુષ્કા તરફથી પણ આ સમાચાર વિશે હજી સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે મળતી માહિતી પ્રમાણે અનુષ્કાનો પરિવાર હાલમાં લગ્નની તૈયારી કરી રહ્યો છે અને સમારોહ ટૂંક સમયમાં યોજાઈ શકે છે.

anushka shetty celebrity wedding prabhas relationships entertainment news bollywood bollywood news