રજનીકાન્તની જેલર 2માં શાહરુખ ખાન બનશે પોલીસ-ઑફિસર

11 March, 2026 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખ આ વર્ષે માર્ચમાં પોતાનું શૂટિંગ પૂર્ણ કરશે

`જેલર 2`માં રજનીકાન્ત

શાહરુખ ખાન અને રજનીકાન્ત ‘જેલર 2’માં સાથે કામ કરી રહ્યા છે. હવે આ ફિલ્મમાં શાહરુખના પાત્ર વિશે પણ મહત્ત્વપૂર્ણ માહિતી સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર શાહરુખ ‘જેલર 2’માં એક પોલીસ-અધિકારીની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિએ આપેલી માહિતી પ્રમાણે ફિલ્મમાં શાહરુખનાં કેટલાંક જ દૃશ્યો બાકી છે અને તે આ વર્ષે માર્ચમાં પોતાનું શૂટિંગ ૭થી ૮ દિવસમાં પૂર્ણ કરશે, ત્યાર બાદ ફિલ્મનું શૂટિંગ પણ સમાપ્ત થઈ જશે.

મળતી માહિતી પ્રમાણે ફિલ્મમાં શાહરુખનો રોલ લાંબા કૅમિયો જેવો રહેશે અને તેનું પાત્ર મહત્ત્વપૂર્ણ અને યાદગાર રહેશે. 

rajinikanth Shah Rukh Khan upcoming movie entertainment news bollywood bollywood news