સારા અર્જુનને કારણે ઈશાન ખટ્ટરનું તેની ત્રણ વર્ષ જૂની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ?

25 August, 2026 05:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈશાન ખટ્ટર અને મૉડલ ચાંદની બેન્ઝના ત્રણ વર્ષ જૂના સંબંધમાં તિરાડ પડી હોવાના અહેવાલ છે. બન્નેએ ક્યારેય સંબંધને સત્તાવાર રીતે સ્વીકાર્યો નહોતો. સારા અર્જુન સાથે ઈશાનની નિકટતાની ચર્ચા પણ થઈ રહી છે, જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.

સારા અર્જુનને કારણે ઈશાન ખટ્ટરનું તેની ત્રણ વર્ષ જૂની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ?

ઈશાન ખટ્ટરનું તેની ત્રણ વર્ષ જૂની ગર્લફ્રેન્ડ ચાંદની બેન્ઝ સાથે બ્રેકઅપ થઈ ગયું હોવાના સમાચાર છે. આ બન્નેનું નામ ૨૦૨૩થી એકબીજા સાથે જોડાઈ રહ્યું હતું. જોકે ઈશાન અને ચાંદનીએ ક્યારેય પોતાના સંબંધનો સત્તાવાર રીતે સ્વીકાર્યો નહોતો, પણ તેઓ ઘણી વખત જાહેરમાં સાથે જોવા મળ્યાં હતાં. રિપોર્ટ પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી ઈશાન અને મૉડલ ચાંદની અલગ-અલગ સમય પસાર કરી રહ્યાં છે અને તેમના સંબંધોમાં ઘણો બદલાવ આવ્યો છે. જોકે બન્નેમાંથી કોઈએ પણ બ્રેકઅપ વિશે સત્તાવાર પુષ્ટિ કરી નથી.
એક ચર્ચા પ્રમાણે ઈશાન અને ચાંદનીના બ્રેકઅપનું એક કારણ સારા અર્જુન અને ઈશાન વચ્ચેની નિકટતા છે. હાલમાં સારા અને ઈશાન એક જાહેરાતમાં સાથે દેખાયાં હતાં અને તેમની ઑન-સ્ક્રીન કેમિસ્ટ્રીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે હાલમાં આ તમામ ચર્ચાઓ માત્ર અટકળો જ છે. ઈશાન અને ચાંદનીના કથિત બ્રેકઅપની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને સારા અર્જુન તથા ઈશાન વચ્ચે રોમૅન્ટિક સંબંધ હોવાના પણ કોઈ પુરાવા સામે આવ્યા નથી.

ishaan khattar sara arjun entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood