12 April, 2025 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌહર ખાન અને ઝૈદ દરબારે
ગૌહર ખાન અને કોરિયોગ્રાફર પતિ ઝૈદ દરબારે તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથી એક વિડિયો શૅર કરીને તેમના ઘરે બીજા સંતાનનો જન્મ થવાનો છે એવા ગુડ ન્યુઝ શૅર કર્યા છે. આ વિડિયોમાં ઝૈદ અને ગૌહર ડાન્સ કરતાં દેખાય છે અને ગૌહરનો બેબી-બમ્પ સ્પષ્ટ નજરે ચડે છે. વિડિયોમાં ઝૈદ બહુ પ્રેમ અને કાળજીથી ગૌહરને હગ કરે છે.
ગૌહર અને ઝૈદનો પ્રેમ કોવિડના લૉકડાઉન વખતે પાંગર્યો હતો અને તેમણે ૨૦૨૦ના ડિસેમ્બરમાં લગ્ન કર્યાં હતાં. ૨૦૨૩ની ૧૦ મેએ તેમના ઘરે ઝેહાન નામના દીકરાનો જન્મ થયો હતો અને હવે બીજા સંતાનનું આગમન થવાનું છે.