શરવરીની ‘દોસ્તાના’ મોમેન્ટ

26 October, 2021 05:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શરવરીનું કહેવું છે કે તેને ‘બંટી ઔર બબલી 2’માં ‘દોસ્તાના’ મોમેન્ટ ક્રીએટ કરવાની તક મળી હતી

પ્રિયંકા ચોપડા જોનસ, શરવરી

શરવરીનું કહેવું છે કે તેને ‘બંટી ઔર બબલી 2’માં ‘દોસ્તાના’ મોમેન્ટ ક્રીએટ કરવાની તક મળી હતી. શરવરીનો ગઈ કાલે ‘બંટી ઔર બબલી 2’નો લુક જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં તે બિકિનીમાં પાણીમાંથી બહાર નીકળતી જોવા મળી રહી છે. તેની આ સ્ટાઇલ ‘દોસ્તાના’ની પ્રિયંકા ચોપડા જોનસ જેવી છે. આ વિશે વાત કરતાં શરવરીએ કહ્યું કે ‘આ દૃશ્યને જ્યારે શૂટ કરવામાં આવ્યું ત્યારે હું સેટ પર સૌથી ખુશ વ્યક્તિ હતી. પ્રિયંકા ચોપડા ‘દોસ્તાના’માં ગોલ્ડન બિકિની પહેરીને બહાર આવે છે એ ઇમેજ મારા દિમાગમાં છપાઈ ગઈ હતી. તેઓ એકદમ ક્લાસી અને કૂલ છે. મેં જ્યારે ઍક્ટર બનવાનું નક્કી કર્યું ત્યારે મારું પણ આવું દૃશ્ય શૂટ કરવાની ઇચ્છા હતી. જોકે મારી પહેલી જ ફિલ્મ ‘બંટી ઔર બબલી 2’માં મને એ તક મળી ત્યારે મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. પ્રિયંકા ચોપડાએ આને માટે એક બેન્ચમાર્ક સેટ કર્યો છે અને એને કારણે મારા માટે આ શૂટ કરવું ખૂબ સહેલું હતું.’

entertainment news bollywood bollywood news upcoming movie priyanka chopra