ઘરની જેમ પૃથ્વીને પણ આપણે સ્વચ્છ રાખવી જોઈએ : જૅકી શ્રોફ

29 November, 2022 03:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પહેલમાં રેમો ડિસોઝા અને કરણ કુન્દ્રા પણ જોડાયા હતા અને તેમણે લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો

ગોવામાં આયોજિત ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાની સમાપ્તિ બાદ ત્યાંની સરકાર, ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા, દિવ્યજ ફાઉન્ડેશન અને ભમલા ફાઉન્ડેશને સાથે મળીને ‘ક્લીનથૉન’નું આયોજન કર્યું હતું.

જૅકી શ્રોફનું કહેવું છે કે ઘરની જેમ આપણી પૃથ્વીને પણ આપણે સ્વચ્છ રાખવી જોઈએ. ગોવામાં આયોજિત ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાની સમાપ્તિ બાદ ત્યાંની સરકાર, ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા, દિવ્યજ ફાઉન્ડેશન અને ભમલા ફાઉન્ડેશને સાથે મળીને ‘ક્લીનથૉન’નું આયોજન કર્યું હતું. આ પહેલમાં રેમો ડિસોઝા અને કરણ કુન્દ્રા પણ જોડાયા હતા અને તેમણે લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. એ વિશે જૅકી શ્રોફે કહ્યું કે ‘આપણે જે પ્રકારે આપણું ઘર સ્વચ્છ રાખીએ છીએ એ રીતે આપણે પૃથ્વીની પણ કાળજી લેવી જોઈએ. એને સ્વચ્છ રાખવી જોઈએ. એ ખૂબ સરળ છે. જો આપણે ધરતી પર ગંદકી ફેલાવીએ તો આપણે પોતાની જાતને બુદ્ધિશાળી ન ગણી શકીએ. આપણે કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. ભવિષ્યની પેઢી ધરતીને સાફ જોઈ શકે. બીચ પર બૉટલ્સ કે અન્ય કચરો ન ફેંકવો જોઈએ. આપણે ધરતીને માન આપવું જોઈએ.’

entertainment news bollywood news bollywood gossips bollywood jackie shroff