પ્રાર્થનાસભામાં તેની પાછળ પડી ગયેલા ફોટોગ્રાફર્સને જોઈને જૅકી શ્રોફ ભડક્યો

20 October, 2025 03:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વિડિયોમાં જૅકી તેની કાર તરફ જઈ રહ્યો છે ત્યારે ફોટોગ્રાફર્સ તેનો પીછો કરે છે. આ જોઈને જૅકી અટકી જાય છે અને ગુસ્સાથી ફોટોગ્રાફર્સ સામે જોઈને કહે છે, ‘તું સમજી રહ્યો છેને... તમારા કે આપણા ઘરમાં બનશે ત્યારે સમજાશે.’

પ્રાર્થનાસભામાં તેની પાછળ પડી ગયેલા ફોટોગ્રાફર્સને જોઈને જૅકી શ્રોફ ભડક્યો

‘મહાભારત’માં કર્ણની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવનાર ઍક્ટર પંકજ ધીરનું ૧૫ ઑક્ટોબરે ૬૮ વર્ષની વયે કૅન્સરને લીધે અવસાન થયું હતું. પંકજ ધીરના નિધન પછી તાજેતરમાં તેમને માટે જુહુના ઇસ્કૉન મંદિરમાં પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી. હવે આ પ્રાર્થનાસભાનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં જૅકી શ્રોફ ફોટોગ્રાફર્સ પર ગુસ્સે ‍ભરાઈ રહ્યો છે. 

આ વિડિયોમાં જૅકી તેની કાર તરફ જઈ રહ્યો છે ત્યારે ફોટોગ્રાફર્સ તેનો પીછો કરે છે. આ જોઈને જૅકી અટકી જાય છે અને ગુસ્સાથી ફોટોગ્રાફર્સ સામે જોઈને કહે છે, ‘તું સમજી રહ્યો છેને... તમારા કે આપણા ઘરમાં બનશે ત્યારે સમજાશે.’ સોશ્યલ મીડિયા પર લોકો જૅકીનો આ પ્રતિભાવ જોઈને તેનો સપોર્ટ કરી રહ્યા છે.

jackie shroff bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news