30 September, 2026 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`કાલી ખેતી`નું પોસ્ટર
જૅકી શ્રોફની આગામી ફિલ્મ એક હૉરર ફિલ્મ છે. જૅકીએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરીને ફિલ્મ અને એની રિલીઝ-ડેટની જાહેરાત કરી છે. ફિલ્મનું ટાઇટલ ‘કાલી ખેતી’ છે, જે એક રૂરલ હૉરર ફિલ્મ છે. આ ફિલ્મની વાર્તા એક ગામની આસપાસ આધારિત હશે. આ ફિલ્મ ૨૬ ઑક્ટોબરે મોટા પડદા પર રિલીઝ થવાની છે.
જૅકી સાથે ‘કાલી ખેતી’માં શરદ કેલકર, નેહા સરગમ અને વીરેન્દ્ર સક્સેના જેવાં કલાકારો જોવા મળશે. હાલમાં જૅકીએ ફિલ્મનું એક પોસ્ટર શૅર કર્યું છે જેમાં એક વ્યક્તિ હાથમાં ફાનસ લઈને ઊભી જોવા મળે છે અને આખો ડરનો માહોલ છે. આ વ્યક્તિ દેખાવમાં ભયાનક લાગી રહી છે.