ટ્રેલર-લૉન્ચમાં જૅકી શ્રોફે સાથી બાળકલાકારોને પગે લાગીને આપી સરપ્રાઇઝ

14 May, 2026 11:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૅકીએ આ ઇવેન્ટમાં મસ્તીભરી વાતો અને વન-લાઇનર્સથી બધાનું દિલ જીતી લીધું હતું

‘ધ ગ્રેટ ગ્રૅન્ડ સુપરહીરો’ના ટ્રેલર-લૉન્ચ દરમ્યાનની અમૂલ્ય પળ

જૅકી શ્રોફને લીડ રોલમાં ચમકાવતી ૨૯ મેએ રિલીઝ થનારી ફિલ્મ ‘ધ ગ્રેટ ગ્રૅન્ડ સુપરહીરો’ના ટ્રેલર-લૉન્ચ દરમ્યાન તેણે ફિલ્મમાં તેની સાથે કામ કરનારાં બાળકલાકારોને પગે લાગીને બધાને ચોંકાવી દીધા હતા. જૅકીએ આ ઇવેન્ટમાં મસ્તીભરી વાતો અને વન-લાઇનર્સથી બધાનું દિલ જીતી લીધું હતું.

ઇવેન્ટ દરમ્યાન જૅકીએ ફિલ્મનાં બાળકો તરફ જોઈને કહ્યું, ‘આ બધાં બાળકો બધાના બાપ છે. જ્યારે હું તેમને જોઉં છું ત્યારે મને મારા દીકરા ટાઇગર શ્રોફના બાળપણની યાદ આવે છે. આજે પણ તેની અંદર એ નિર્દોષતા છે અને હું ઇચ્છું છું કે આ બાળકો પણ હંમેશાં એવાં જ રહે. દિલથી માસૂમ જ રહેવું ભાઈ લોકો. આ બાળકો સાથે શૂટિંગ દરમ્યાન ખૂબ મજા આવી. બધાના ઘેરથી ખાવાનું મળતું હતું. એટલું ખાધું કે પેટ બહાર આવી ગયું.’

આ ઇવેન્ટમાં જૅકીએ બાળકોને સલાહ આપતાં કહ્યું, ‘માતા-પિતાનું સન્માન કરજો અને મિત્રો પ્રત્યે વફાદાર રહેજો. જમો દિલથી, પણ ચાવીને જમજો. ભોજન દરમ્યાન હસવું નહીં. ભોજન અટવાઈ જાય તો મુશ્કેલી પડે. એટલે જમતી વખતે વાતો કે રમકડાં નહીં. ટીવી જોતાં-જોતાં જમવું નહીં.’

jackie shroff upcoming movie trailer launch latest trailers bollywood events entertainment news bollywood bollywood news viral videos