જૅકલિન ફર્નાન્ડિસ યુવતીઓના ઉજ્જ્વળ ભવિષ્ય માટે કામ કરશે

24 October, 2021 04:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૪૦ જરૂરિયાતમંદ યુવતીઓને મદદ કરીને તેમના ભવિષ્યને તે ઉજ્જ્વળ બનાવવાનો પ્રયાસ કરશે

જૅકલિન ફર્નાન્ડિસ

જૅકલિન ફર્નાન્ડિસે જરૂરિયાતમંદ બાળકીઓના ભવિષ્યને સંવારવાનું બીડું ઉઠાવ્યું છે. એને માટે તેના YOLO ફાઉન્ડેશને યુનાઇટેડ સિસ્ટર્સ ફાઉન્ડેશન સાથે હાથ મિલાવ્યા છે, જેના માધ્યમથી તેઓ ૪૦ યુવતીઓના જીવનને નવી દિશા આપશે. એ યુવતીઓને શાલિની નામ આપ્યું છે. આ સિવાય જૅકલિને અમુક ગામડાંઓને દત્તક લીધાં છે અને ત્યાં નિઃસ્વાર્થભાવે સેવા કરી રહી છે. YOLO ફાઉન્ડેશનની માહિતી ઇન્સ્ટાગ્રામ પર આપતાં જૅકલિને કૅપ્શન આપી હતી, ‘હું યુનાઇટેડ સિસ્ટર્સ ફાઉન્ડેશન સાથે જોડાઈને ખુશી અનુભવી રહી છું. તેમણે અનેક યુવતીઓ અથવા તો શાલિનીના જીવનમાં પરિવર્તન લાવવાના પ્રણ લીધા છે. ૨૪ ઑક્ટોબરે સવારે ૧૦ વાગ્યે તેઓ ૪૦ નવી શાલિનીઓને  સન્માનિત અને આત્મનિર્ભર બનાવવાની તેમની જર્નીનો નવો અધ્યાય શરૂ કરવાનાં છે. હું એ યુવતીઓની જેમ જ ઉત્સાહી છું. તેમને મારો સપોર્ટ આપવા અને તેમના જીવનનો ભાગ બનવાની મને ખુશી છે. આ યુવતીઓ માટે આયોજિત આ ઇન્ડક્શન ઇવેન્ટમાં સાથે જોડાઈ જાઓ. મને પૂરી ખાતરી છે કે તમે એને ચૂકશો નહીં.’

entertainment news bollywood bollywood news jacqueline fernandez