બાળકો સાથે સમય પસાર કર્યો જૅકલિને

13 June, 2021 01:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્કર ફાઉન્ડેશન જે પ્રકારે કામ કરે છે એનો મને ગર્વ છે અને તેમની સાથે મળીને કામ કરવાની મને ખુશી પણ છે.’ 

બાળકો સાથે સમય પસાર કર્યો જૅકલિને

જૅકલિન ફર્નાન્ડિસે હાલમાં જ બાળકો સાથે સમય પસાર કર્યો હતો. તેણે તેના ફાઉન્ડેશન યોલો માટે ઑસ્કર ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી. યોલો ફાઉન્ડેશન દ્વારા તે લોકોની મદદ કરી રહી છે. આ મુલાકાતના ફોટો શૅર કરીને જૅકલિને કૅપ્શન આપી હતી, ‘આ પેન્ડેમિકે મને એક વસ્તુ શીખવી છે કે આપણે કેવી રીતે જરૂરિયાતમંદને મદદ કરી શકીએ. મને એક અહેસાસ થયો છે કે લોકોને મદદ કરવામાં કઈ વધુ વસ્તુની જરૂરિયાત નથી હોતી. કેટલીક વાર સ્માઇલથી કામ ચાલી જાય છે તો કેટલીક વાર ફૂડથી. જો એનાથી પણ વધુ તમે મદદ કરી શકો તો ખૂબ સારી વાત છે. યોલો ફાઉન્ડેશને આ અઠવાડિયે ઑસ્કર ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી. અશોકે ૨૦૧૦માં આંબેડકરનગરમાં ઑસ્કર ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી. પૈસાની શોધમાં તેની કમ્યુનિટીનાં બાળકોને તે ભણતર છોડતાં જોઈ રહ્યો હતો. તેણે એક શરૂઆત કરી હતી કે જો બાળકો સ્કૂલમાં જશે તો તેઓ તેની ફુટબૉલ ટીમમાં રમી શકશે અને સ્કિલ શીખી શકશે. આ શરૂઆત બાદ તેઓ મુંબઈ, થાણે, નવી મુંબઈ અને કર્ણાટક મળી ટોટલ ૩૦૦૦ બાળકોને મદદ કરે છે. તેઓ ફુટબૉલ અને એજ્યુકેશનની સાથે તેમને ફિટ રહેવા માટે પણ પ્રેરિત કરે છે. તેઓ ડિજિટલ ઇન્ડિયાનો ભાગ બને એ માટે તેમણે મુંબઈમાં ૬ કમ્પ્યુટર સેન્ટર પણ શરૂ કર્યાં છે જ્યાં તેમને કમ્પ્યુટર વિશેનું એજ્યુકેશન મળે છે. અશોક સાથે અને તેના ફાઉન્ડેશનનાં બાળકો સાથે હું ફુટબૉલ પણ રમી હતી. મેં બાળકો સાથે વાત કરી હતી અને મને અહેસાસ થયો કે તેમનામાં ફુટબૉલનું કેટલું પૅશન છે. ઑસ્કર ફાઉન્ડેશન જે પ્રકારે કામ કરે છે એનો મને ગર્વ છે અને તેમની સાથે મળીને કામ કરવાની મને ખુશી પણ છે.’ 

bollywood news bollywood jacqueline fernandez entertainment news bollywood gossips