16 July, 2026 11:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જગદગુરુ પરમહંસ આચાર્ય
આમિર ખાન પર ‘લવ જેહાદ’ના આરોપ લાગી રહ્યા છે ત્યારે તપસ્વી છાવણીના પીઠાધીશ્વર જગદગુરુ પરમહંસ આચાર્યે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આમિરને ‘લવ જેહાદના બ્રૅન્ડ ઍમ્બૅસૅડર’ ગણાવતા નીતેશ રાણેના નિવેદનને સમર્થન આપીને તેમણે આમિરની હત્યા કરનારને પાંચ કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.
અયોધ્યામાં રહેતા જગદગુરુ પરમહંસ આચાર્યે કહ્યું હતું કે ‘જે રીતે આમિર ખાને ત્રણ લગ્ન કર્યાં છે અને ત્રણેય લગ્ન હિન્દુ મહિલાઓ સાથે કર્યાં છે એ માત્ર ‘લવ જેહાદ’નો સંદેશ ફેલાવવા માટે છે. નીતેશ રાણેએ જે કહ્યું છે એ કોઈ આરોપ નથી પણ હકીકત છે. આવા લોકોને જ્યાં મળે ત્યાં મારી નાખવા જોઈએ. આવા લોકો સમાજના મોટા ગુનેગાર છે. સમાજમાં સૌહાર્દ બગાડવા અને લવ જેહાદને પ્રોત્સાહન આપવા માટે તેઓ ષડ્યંત્ર કરી રહ્યા છે. જે કોઈ આમિરને મારી નાખશે તેને હું પાંચ કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરું છું. એ વ્યક્તિના તમામ કાનૂની ખર્ચની જવાબદારી અમે ઉઠાવીશું અને તેના પરિવારને પાંચ કરોડ રૂપિયા આપવામાં આવશે. જો આવા લવ જેહાદ કરનારા ૧૦૦થી ૨૦૦ લોકોને મારી નાખવામાં આવે તો લવ જેહાદ સંપૂર્ણપણે બંધ થઈ જશે.’