✕

OTT જંક્શન : જેલર 2, રણબાલી

21 November, 2026 11:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રજનીકાંતની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘જેલર 2’ થિયેટરમાં રિલીઝના એક મહિનાની અંદર OTT પ્લૅટફૉર્મ ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ છે. આ ફિલ્મ હિન્દી ડબ વર્ઝનમાં પણ જોઈ શકાશે.

જેલર 2 અને રણબાલી

જેલર 2 : આ ફિલ્મમાં રજનીકાંત ફરી એક વખત ચાહકોના મનપસંદ પાત્ર ટાઇગર મુથુવેલ પાંડિયન તરીકે પાછા ફર્યા છે. ફિલ્મની વાર્તા વર્ષ ૨૦૨૩માં આવેલી અગાઉની ફિલ્મની ઘટનાઓ પછી આગળ વધે છે. વર્મન અને તેના નજીકના લોકોને ખતમ કર્યાના ત્રણ મહિના બાદ મુથુવેલ પાંડિયન કેરલમમાં શાંત અને સામાન્ય જીવન જીવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે દાણચોરી કરતું એક ટોળું તેમની પાછળ પડ્યું છે. મૂર્તિઓની દાણચોરી કરતા નેટવર્કનો લીડર બોધિ કલ્પક (એસ. જે. સૂર્યા) અને તેનો પરિવાર પણ મુથુવેલ માટે જોખમ બની જાય છે.

રજનીકાંતની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘જેલર 2’ થિયેટરમાં રિલીઝના એક મહિનાની અંદર OTT પ્લૅટફૉર્મ ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ છે. આ ફિલ્મ હિન્દી ડબ વર્ઝનમાં પણ જોઈ શકાશે.

રણબાલી : વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના અભિનીત ‘રણબાલી’ બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ ગયા બાદ હવે OTT પ્લૅટફૉર્મ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મ હિન્દી ડબ વર્ઝનમાં પણ જોઈ શકાશે. આ ઍક્શન ડ્રામા ફિલ્મ બ્રિટિશ શાસનના સમયગાળાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. એ ૧૮૭૦ના દાયકામાં પડેલા ‘મદ્રાસના દુકાળ’ દરમ્યાન બનેલી ઘટનાઓથી પ્રેરિત છે.

ફિલ્મમાં વિજય દેવરકોંડા રણબાલીની ભૂમિકામાં છે જે પોતાના સમુદાય માટે લડતો એક બળવાખોર યોદ્ધા છે. તેના જન્મ સમયે જ એક મોટી ભવિષ્યવાણી કરવામાં આવી હતી. રશ્મિકા મંદાનાએ રણબાલીની પત્ની જયમ્માની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.

amazon prime netflix rajinikanth vijay deverakonda rashmika mandanna entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood