31 January, 2026 03:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જાહ્નવીએ કરણ જોહર સાથે છેડો ફાડી નાખ્યો?
જાહ્નવી કપૂર અત્યારે બૉલીવુડની ફિલ્મોની સાથોસાથ સાઉથના ટોચના સ્ટાર્સ સાથે ફિલ્મો કરી રહી છે જાહ્નવીની કરીઅર ધીમી પણ મક્કમ ગતિએ આગળ ધપી રહી છે ત્યારે રિપોર્ટ છે કે તેણે તેના ગૉડફાધર જેવા કરણ જોહર સાથે છેડો ફાડી નાખ્યો છે.
જાહ્નવીની પહેલી ફિલ્મ ‘ધડક’ને કરણ જોહરે જ પ્રોડ્યુસ કરી હતી. ત્યાર બાદ ‘ગુંજન સક્સેના’, ‘મિસ્ટર ઍન્ડ મિસિસ માહી’ અને ‘હોમબાઉન્ડ’ જેવી ફિલ્મોમાં તેઓ સાથે કામ કરી ચૂક્યાં છે. જાહ્નવીને શરૂઆતથી જ કરણ જોહરનો પૂરો સપોર્ટ મળ્યો છે અને તે કરણ જોહરની ટૅલન્ટ મૅનેજમેન્ટ કંપની કલેક્ટિવ આર્ટિસ્ટ્સ નેટવર્ક સાથે જોડાયેલી હતી.
લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે જાહ્નવીએ હવે કરણ જોહરની ટૅલન્ટ એજન્સી કલેક્ટિવ આર્ટિસ્ટ્સ નેટવર્ક છોડી દીધી છે અને હવે તે પોતાની કરીઅરને સ્વતંત્ર રીતે હૅન્ડલ કરવા માગે છે. જોકે આ મામલે જાહ્નવી કે કરણ તરફથી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી.