જાહ્‍‍નવી કપૂરે શૅર કર્યું પોતાનાં લગ્નનું પ્લાનિંગ

17 September, 2025 09:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાહ્‍‍નવીની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેના અને શિખર પહારિયા વચ્ચે લાંબા સમયથી પ્રેમપ્રકરણ ચાલી રહ્યું છે

જાહ્‍‍નવી કપૂર

હાલમાં જાહ્‍‍નવી કપૂર પોતાની ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આવી જ એક પ્રમોશનલ ઇવેન્ટમાં જાહ્‍‍‍નવીએ પોતાના ભવિષ્ય વિશે તેમ જ પોતાનાં લગ્નના પ્લાનિંગ વિશે વાત કરી  છે. આ ઇવેન્ટમાં જ્યારે જાહ્‍‍નવીને પૂછવામાં આવ્યું કે લગ્ન વિશે તારી શું યોજના છે? એનો જવાબ આપતાં તેણે કહ્યું હતું કે ‘મેં આ વિશે વિચાર્યું નથી. લગ્ન વિશે મારું હજી કોઈ પ્લાનિંગ નથી. મારું પ્લાનિંગ હાલમાં ફક્ત ફિલ્મોને લઈને જ ચાલી રહ્યું છે.’

જાહ્‍‍નવીની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેના અને શિખર પહારિયા વચ્ચે લાંબા સમયથી પ્રેમપ્રકરણ ચાલી રહ્યું છે અને આને કારણે હવે આ કપલનાં લગ્નની રાહ જોવાઈ રહી છે. જોકે જાહ્‍‍નવીનો હાલમાં લગ્ન કરવાનો કોઈ ઇરાદો નથી.

janhvi kapoor upcoming movie celebrity wedding entertainment news bollywood bollywood news