પેદ્દીની સક્સેસ-પાર્ટીથી દૂર રહી હિરોઇન જાહ્‌નવી કપૂર

10 June, 2026 10:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામ ચરણ તેજા અને જાહ્‌નવી કપૂરની ફિલ્મ ‘પેદ્દી’ બૉક્સ-ઑફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે

ફિલ્મની સક્સેસ-પાર્ટી યોજાઇ હતી તેનું દૃશ્ય

રામ ચરણ તેજા અને જાહ્‌નવી કપૂરની ફિલ્મ ‘પેદ્દી’ બૉક્સ-ઑફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મની સફળતા ઊજવવા માટે હૈદરાબાદમાં ખાસ સક્સેસ-પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ ફિલ્મની લીડ ઍક્ટ્રેસ જાહ્‌નવી આ કાર્યક્રમમાં હાજર રહી નહોતી. તેની ગેરહાજરીએ ચાહકો અને ફિલ્મપ્રેમીઓ વચ્ચે અનેક સવાલો ઊભા કર્યા છે.

હકીકતમાં આ ફિલ્મમાં જાહ્‌નવીના પાત્રની રજૂઆતના અંદાજને લઈને ભારે વિવાદ થયો હતો. અનેક દર્શકો અને મહિલાઓના અધિકારો માટે કામ કરતી સંસ્થાઓએ આરોપ લગાવ્યો હતો કે ફિલ્મમાં લીડ ઍક્ટ્રેસના પાત્રને અતિશય ગ્લૅમરસ અને અયોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યું છે. કેટલાંક દૃશ્યો અને રોમૅન્ટિક સીક્વન્સને લઈને સોશ્યલ મીડિયા પર ભારે ટીકા થઈ હતી. વિવાદ વધતાં ફિલ્મના ડિરેક્ટર બુચી બાબુ સનાએ જાહેરમાં માફી માગી હતી અને સ્વીકાર્યું હતું કે કેટલાંક દૃશ્યો ખોટો સંદેશ આપી શકે છે અને દર્શકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને આવાં દૃશ્યો ફિલ્મમાંથી દૂર કરવામાં આવશે અથવા તેમાં ફેરફાર કરવામાં આવશે. ડિરેક્ટરના આ જાહેર એકરાર બાદ ફિલ્મમાં ફેરફારો કરી નાખવામાં આવ્યા છે.

janhvi kapoor entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood