ન બ્લાઉઝ, ન પાલવ... આમ છતાં છવાઈ ગયો જાહ્‍નવી કપૂરનો સાડી-સ્ટાઇલ ડ્રેસ

13 September, 2025 08:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાહ્‍‍નવી કપૂર હાલમાં ટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તેની ફિલ્મ ‘હોમબાઉન્ડ’ના સ્ક્રીનિંગ માટે કૅનેડા પહોંચી હતી

જાહ્‍નવી કપૂર

જાહ્‍‍નવી કપૂર હાલમાં ટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તેની ફિલ્મ ‘હોમબાઉન્ડ’ના સ્ક્રીનિંગ માટે કૅનેડા પહોંચી હતી. આ સ્ક્રીનિંગમાં તેણે પારંપરિક સાડીને મૉડર્ન ટ્‍વિસ્ટ આપીને પહેરેલા આઉટફિટે બધાનાં દિલ જીતી લીધાં હતાં. જાહ્‍નવીના આ સાડી-લુક આઉટફિટમાં બ્લાઉઝ કે પાલવ નહોતાં એમ છતાં એનો દેખાવ એલિગન્ટ અને એક્સક્લુઝિવ લાગતો હતો. મળતી માહિતી પ્રમાણે સાડી પ્રાડા બ્રૅન્ડના સ્પ્રિંગ કલેક્શનમાંથી લેવામાં આવી હતી અને એની સાથે મેચિંગ જૅકેટ ટીમ-અપ કરવામાં આવ્યું હતું.

janhvi kapoor toronto fashion entertainment news bollywood bollywood news