મમતા બૅનરજીને મળ્યા બાદ શબાના આઝમી અને જાવેદ અખ્તરે કહ્યું, ‘ઇન્ડિયામાં પરિવર્તનની જરૂર’

30 July, 2021 11:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તેમની સાથેની મીટિંગ બાદ જાવેદ અખ્તરે કહ્યું હતું કે ‘મીટિંગ ખૂબ જ ન્રમતાપૂર્વક પૂરી થઈ હતી. બંગાળનો ઇતિહાસ છે કે તેમણે ખૂબ જ રેવલ્યુશનરી મૂવમેન્ટ ચલાવી છે

જાવેદ અખ્તર - શબાના આઝમી

દિલ્હીમાં ગઈ કાલે જાવેદ અખ્તર અને શબાના આઝમી બંગાળનાં ચીફ મિનિસ્ટર મમતા બૅનરજીને મળ્યાં હતાં. તેમની સાથે મુલાકાત કર્યા બાદ જાવેદ અખ્તરે કહ્યું હતું કે ઇન્ડિયામાં બદલાવની જરૂર છે. તેઓ ગઈ કાલે દિલ્હીમાં મમતા બૅનરજીને મળ્યા હતા. તેમની સાથેની મીટિંગ બાદ જાવેદ અખ્તરે કહ્યું હતું કે ‘મીટિંગ ખૂબ જ ન્રમતાપૂર્વક પૂરી થઈ હતી. બંગાળનો ઇતિહાસ છે કે તેમણે ખૂબ જ રેવલ્યુશનરી મૂવમેન્ટ ચલાવી છે. બંગાળના આર્ટિસ્ટ અને ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો મમતાજીને સપોર્ટ કરે છે. અમે તેમને તેમના વિજય માટે શુભેચ્છા પાઠવી હતી. રૉયલ્ટી બિલ માટે અમે મમતાજીના આભારી છીએ જેને કારણે મ્યુઝિક કમ્પોઝર, સૉન્ગરાઇટર્સ અને લિરિસિસ્ટને તેમના કામ માટે રૉયલ્ટી મળી રહે છે. મારું માનવું છે કે બદલાવની જરૂર છે. ઇન્ડિયામાં હાલમાં ઘણું ટેન્શન ચાલી રહ્યું છે. ઘણા લોકો અગ્રેસિવ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. વાયલન્સની પણ ઘણી ઘટના બની છે. દુઃખની વાત છે કે દિલ્હીએ ધર્મને લઈને થતાં તોફાનો જોવા પડ્યાં છે.’

મમતા બૅનરજીની લીડરશિપ વિશે પૂછતાં જાવેદ અખ્તરે કહ્યુ હતું કે ‘અમે તેમની સાથે જેટલી વાતચીત કરી છે એમાં તેમણે ક્યારેય નથી કહ્યું કે લીડરશિપ તેમની પ્રાયોરિટી છે. તેમણે કહ્યું હતું કે તેમને પરિવર્તનની જરૂર છે. તેઓ પહેલાં બંગાળ માટે લડ્યાં હતાં અને હવે તેઓ ઇન્ડિયા માટે લડવા માગે છે. દેશને કોણ લીડ કરે એ જરૂરી નથી, પરંતુ હિન્દુસ્તાન કેવું હશે એ મહત્ત્વનું છે.’

shabana azmi javed akhtar mamata banerjee bollywood news