✕

લૉન્ચ થયું યે પ્રેમ મોલ લિયાનું સેલિબ્રેશન સૉન્ગ ઝુમકા પટોલા

16 October, 2026 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આયુષ્માન ખુરાના અને શર્વરી પર ફિલ્માવવામાં આવેલું ‘ઝુમકા પટોલા’ ઉત્સાહ અને ઉજવણીના રંગોથી ભરપૂર ગીત છે. આ ગીતમાં સૂરજ આર. બડજાત્યાની ફિલ્મોની ખાસિયત સમાન ઉત્સવનો ઉત્સાહ, રોમાન્સ અને ભવ્ય ઉજવણીનો માહોલ જોવા મળે છે.

સૉન્ગ ‘ઝુમકા પટોલા’નો સીન

૨૭ નવેમ્બરે રિલીઝ થનારી ડિરેક્ટર સૂરજ આર. બડજાત્યાની ‘યે પ્રેમ મોલ લિયા’નું નવું સેલિબ્રેશન સૉન્ગ ‘ઝુમકા પટોલા’ લૉન્ચ થયું છે જે ફૅન્સને પસંદ પડી રહ્યું છે. આયુષ્માન ખુરાના અને શર્વરી પર ફિલ્માવવામાં આવેલું ‘ઝુમકા પટોલા’ ઉત્સાહ અને ઉજવણીના રંગોથી ભરપૂર ગીત છે. આ ગીતમાં સૂરજ આર. બડજાત્યાની ફિલ્મોની ખાસિયત સમાન ઉત્સવનો ઉત્સાહ, રોમાન્સ અને ભવ્ય ઉજવણીનો માહોલ જોવા મળે છે. ફિલ્મના આ ગીતને હિમેશ રેશમિયાએ સંગીતબદ્ધ કર્યું છે, જ્યારે શ્રેયા ઘોષાલે એને ગાયું છે.

ayushmann khurrana sharvari wagh upcoming movie shreya ghoshal himesh reshammiya bollywood news bollywood gossips bollywood entertainment news indian music