24 June, 2026 02:18 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
આ સમગ્ર ઘટનાનો વિડિયો ચર્ચાનો વિષય બન્યો છે
જૉન એબ્રાહમનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. ૨૧ જૂને વર્લ્ડ મોટરસાઇકલ ડેના અવસરે બૅન્ગલોરમાં યોજાયેલી એક ઇવેન્ટમાં જૉનને મળવા માટે એક ફૅન સિક્યોરિટી-કવર તોડીને સ્ટેજ પર પહોંચી ગયો હતો. જોકે સિક્યૉરિટીએ તરત જ તેને પકડી લીધો. આ સમગ્ર ઘટનાનો વિડિયો ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાના વિડિયોમાં દેખાઈ રહ્યું છે કે ફૅનના સ્ટેજ પર પહોંચતાં જ એક બૉડીગાર્ડે તેને પકડીને નીચે લઈ જવાનો પ્રયાસ કર્યો. જોકે આ દરમ્યાન જૉને બૉડીગાર્ડને રોકવાનો પ્રયાસ કર્યો અને પછી અકળાયા વગર ફૅન સાથે થોડી ક્ષણો માટે મુલાકાત કરી હતી. આમ ફૅને પોતાની મર્યાદા તોડી હોવા છતાં જૉને તેની સાથે મૈત્રીપૂર્ણ વર્તન કર્યું હતું. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયા બાદ સોશ્યલ મીડિયા પર લોકોએ જૉનના વર્તનની ખૂબ પ્રશંસા કરી