‘જુગ જુગ જિયો’નું શૂટિંગ પૂરું થવાની તૈયારી

24 October, 2021 04:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં અનિલ કપૂર, નીતુ કપૂર, વરુણ ધવન, કિયારા અડવાણી, મનીષ પૉલ અને પ્રાજક્તા કોલી લીડ રોલમાં જોવા મળશે

‘જુગ જુગ જિયો’ની કાસ્ટ

‘જુગ જુગ જિયો’નું શૂટિંગ હવે પૂરું થવા આવ્યું છે. આ ફિલ્મમાં અનિલ કપૂર, નીતુ કપૂર, વરુણ ધવન, કિયારા અડવાણી, મનીષ પૉલ અને પ્રાજક્તા કોલી લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મને રાજ મહેતાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મને કરણ જોહર, હીરુ જોહર અને અપૂર્વ મહેતાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે શરૂ કરવામાં આવ્યું હતું. કોરોનાની બીજી લહેર આવતાં અને વરુણ ધવન તથા નીતુ કપૂરને કોવિડ થતાં શૂટિંગ અટકી ગયું હતું. આ તમામ કલાકારોનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રાજ મહેતાએ કૅપ્શન આપી હતી, ‘અમે ધીમે-ધીમે ફિલ્મનું શૂટિંગ પૂરું કરવાના આરે છીએ. મને સતત યાદ રહેશે કે આ ફિલ્મ બનાવવાનો અનુભવ ખૂબ સ્પેશ્યલ રહ્યો છે. જોકે આ તો સ્પેશ્યલ કલાકારોને કારણે શક્ય બની શક્યું છે.’

entertainment news bollywood bollywood news upcoming movie anil kapoor neetu kapoor neetu singh varun dhawan kiara advani manish paul