આમિર ખાને ૩૯ દિવસ પહેલાં શરૂ કરી દીધું દીકરા જુનૈદ ખાનની એક દિનનું ઍડ્વાન્સ બુકિંગ

12 April, 2026 11:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હજી સુધી માત્ર એક શો માટે જ બુકિંગ ખુલ્લું મુકાયું છે અને દેશભરમાં પાંચસો કરતાં વધારે ટિકિટ બુક થઈ છે.

સાઈ પલ્લવી અને જુનૈદ ખાનની એક દિન

આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની આગામી ફિલ્મ ‘એક દિન’ પહેલી મેએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં જુનૈદની સાથે સાઈ પલ્લવી જોવા મળશે. સામાન્ય રીતે કોઈ પણ ફિલ્મનું ઍડ્વાન્સ બુકિંગ રિલીઝના ત્રણથી ૭ દિવસ પહેલાં શરૂ થાય છે અને ક્યારેક તો રિલીઝના એક દિવસ પહેલાં પણ શરૂ થાય છે. જોકે આમિર ખાને ‘એક દિન’ માટે અલગ જ સ્ટ્રૅટેજી અપનાવી છે. આમિર ખાને ‘એક દિન’ માટે ઍડ્વાન્સ બુકિંગ રિલીઝના લગભગ ૩૯ દિવસ પહેલાં જ શરૂ કરી દીધું છે જે અલગ જ સ્ટ્રૅટેજી છે. રિપોર્ટ્‌સ મુજબ હાલમાં ૨૦ શહેરોમાં ફિલ્મની ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. હજી સુધી માત્ર એક શો માટે જ બુકિંગ ખુલ્લું મુકાયું છે અને દેશભરમાં પાંચસો કરતાં વધારે ટિકિટ બુક થઈ છે.

junaid khan sai pallavi bollywood news bollywood buzz bollywood gossips bollywood entertainment news