14 September, 2025 09:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીકરા જુનૈદ ખાનની સાઈ પલ્લવી સાથેની આગામી ફિલ્મની નવી રિલીઝ-ડેટ જાહેર થઈ છે
આમિર ખાનના પ્રોડક્શન હેઠળ બની રહેલી દીકરા જુનૈદ ખાનની સાઈ પલ્લવી સાથેની આગામી ફિલ્મની નવી રિલીઝ-ડેટ જાહેર થઈ છે. ‘એક દિન’ નામથી બની રહેલી આ ફિલ્મ હવે ૧૨ ડિસેમ્બરે ‘મેરે રહો’ નામથી રિલીઝ થશે. આ ફિલ્મ ૨૦૧૬ની થાઈ ફિલ્મ ‘વન ડે’ની ઑફિશ્યલ હિન્દી રીમેક છે. જુનૈદ અને સાઈ પલ્લવીની આ ફિલ્મ સુનીલ પાંડે ડિરેક્ટ કરી રહ્યો છે. સુનીલની ડિરેક્ટર તરીકેની આ પહેલી ફિલ્મ છે. તે આ પહેલાં ‘રંગ દે બસંતી’, ‘દિલ્હી બેલી’ અને ‘લાલ સિંહ ચઢ્ઢા’ જેવી ફિલ્મોમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યો છે.
‘મેરે રહો’ એક રોમૅન્ટિક થ્રિલર ફિલ્મ છે. આમિર ખાન અને મન્સૂર ખાન મળીને આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. આ પહેલાં આમિર ખાન અને મન્સૂર ખાને ‘જાને તૂ યા જાને ના’ જેવી શાનદાર ફિલ્મ બનાવી છે. આમિર ખાને આ સિવાય મન્સૂર ખાનના ડિરેક્શનમાં ‘કયામત સે કયામત તક’ અને ‘જો જીતા વહી સિકંદર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.