ખલનાયક રિટર્ન્સમાં જૅકી શ્રોફ બનશે કમિશનર રામ કુમાર સિન્હા

31 May, 2026 10:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૅકીએ ખુલાસો કર્યો છે કે ફિલ્મના નિર્માતાઓ અને સ્ટારકાસ્ટ સાથે તેની ચર્ચા થઈ ચૂકી છે.

સંજય દત્ત

જૅકી શ્રોફે હાલમાં એક કાર્યક્રમમાં સ્વીકાર્યું છે કે તે ૧૯૯૩માં આવેલી સુભાષ ઘઈની ‘ખલનાયક’ની સીક્વલ ‘ખલનાયક રિટર્ન્સ’માં જોવા મળશે. જૅકીએ ખુલાસો કર્યો છે કે ફિલ્મના નિર્માતાઓ અને સ્ટારકાસ્ટ સાથે તેની ચર્ચા થઈ ચૂકી છે. ‘ખલનાયક રિટર્ન્સ’માં પોતાના રોલ વિશે વાત કરતાં જૅકીએ કહ્યું હતું કે ‘હું પોતે પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. ‘ખલનાયક’માં હું ઇન્સ્પેક્ટ રામ કુમાર સિન્હા હતો તો આ સીક્વલમાં હું કમિશનર હોઈશ.’

આવી રહી છે કાંટે 2

સંજય દત્તની ‘ખલનાયક’ની સીક્વલ તો બની જ રહી છે પણ હવે સાથે-સાથે તેની ૨૪ વર્ષ જૂની અન્ય ફિલ્મ ‘કાંટે’ની સીક્વલ પણ ચર્ચામાં આવી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે હાલમાં ‘કાંટે 2’ પર કામ ચાલી રહ્યું છે અને આ ફિલ્મ માટે સંજય દત્ત અને ડિરેક્ટર સંજય ગુપ્તા ફરી હાથ મિલાવી શકે છે. સંજય ગુપ્તા અને સંજય દત્તની જોડી હંમેશાં સફળ રહી છે. બન્નેએ અનેક યાદગાર પ્રોજેક્ટ્સમાં સાથે કામ કર્યું છે. સંજય ગુપ્તાએ સંજય દત્તને ૮ ફિલ્મોમાં ડિરેક્ટર કર્યો છે જેમાં ‘આતિશ’, ‘જંગ’, ‘ખૌફ’, ‘કાંટે’, ‘મુસાફિર’, ‘ઝિંદા’, ‘દસ કહાનિયાં’ અને ‘અલીબાગ’નો સમાવેશ થાય છે. સંજય દત્તે આ ઉપરાંત સંજય ગુપ્તાના નિર્માણ હેઠળ બનેલી ‘પ્લાન’ અને ‘શૂટઆઉટ ઍટ લોખંડવાલા’માં પણ કામ કર્યું હતું. આ રીતે બન્ને અત્યાર સુધી કુલ ૧૦ ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. જો બધું આયોજન મુજબ રહેશે તો તેઓ અગિયારમી વખત ફરી સાથે કામ કરતા જોવા મળી શકે છે.

jackie shroff khalnayak sanjay dutt bollywood bollywood buzz bollywood news bollywood gossips subhash ghai