‘કાલા હિરન’ના સપોર્ટમાં આવી સલમાનની એક્સ, ફિલ્મના ડિરેક્ટરને મળી રહી છે ધમકીઓ

05 June, 2026 04:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શૅર કરી, અમિત જાનીએ જણાવ્યું હતું કે તેમને છેલ્લા 36 કલાકમાં મોટી સંખ્યામાં ધમકીભર્યા મૅસજ મળ્યા છે. તેમણે કહ્યું, "લોકો, મીડિયા અને મિત્રો મને પૂછતા રહે છે કે હું સલમાન ખાનની નોટિસનો જવાબ કેવી રીતે આપું."

કાલા હિરન અને અમિત જાની

1998 માં સલમાન ખાન સાથે સંકળાયેલા કાળિયાર હરણના શિકાર કેસ પર કથિત રીતે આધારિત આગામી ફિલ્મ `કાલા હિરન: ધ બૅટલ ફોર લેગસી` પર વિવાદ વધી જ રહ્યો છે. ફિલ્મ નિર્માતા અમિત જાનીએ દાવો કર્યો છે કે સલમાન ખાનની કાનૂની ટીમ તરફથી કથિત કાનૂની નોટિસ મળ્યા બાદ તેમને સતત અપમાનજનક મૅસજ અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહ્યો છે. આ ફિલ્મ સલમાન ખાન સાથે જોડાયેલા કાળિયાર શિકાર કેસ અને અભિનેતા અને ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ વચ્ચેના લાંબા સમયથી ચાલતા ઝઘડા પર આધારિત હોવાનું કહેવાય છે; પરિણામે, આ પ્રોજેક્ટ તાજેતરમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે.

મારી નાખવાની ધમકીઓ મળી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શૅર કરી, અમિત જાનીએ જણાવ્યું હતું કે તેમને છેલ્લા 36 કલાકમાં મોટી સંખ્યામાં ધમકીભર્યા મૅસજ મળ્યા છે. તેમણે કહ્યું, "લોકો, મીડિયા અને મિત્રો મને પૂછતા રહે છે કે હું સલમાન ખાનની નોટિસનો જવાબ કેવી રીતે આપું. હું આ નોટિસનો જવાબ કેવી રીતે આપું? છેલ્લા 36 કલાકમાં, ધારાવીથી જોગેશ્વરી સુધીના સલમાનના ચાહકોએ 1,000 સંદેશા મોકલ્યા છે, જેમાં જાનથી મારી નાખવાની ધમકીઓનો પણ સમાવેશ થાય છે, જેમાં ચેતવણી આપવામાં આવી છે કે જો હું મુંબઈ આવીશ, તો તેઓ મારું માથું કાપી નાખશે." તેમણે વધુમાં ઉમેર્યું, "તો, મારે કોને જવાબ આપવો જોઈએ? શું મારે સલમાન ખાનના સમર્થકો દ્વારા મોકલવામાં આવેલા હજારો અપમાનજનક મૅસજ અને ધમકીઓનો જવાબ આપવો જોઈએ, કે પછી મારે આ નોટિસનો જવાબ આપવો જોઈએ?" વીડિયોમાં, જાનીએ સલમાન ખાનની ટીમ તરફથી મળેલી કથિત કાનૂની નોટિસની કૉપી ફાડી હોવાનું પણ જોવા મળ્યું. તેમણે આરોપ લગાવ્યો કે તેમને તેમના પરિવારને પણ નુકસાન પહોંચાડવાની ધમકી આપતા મૅસેજ મળ્યા છે. જાનીએ એવો પણ દાવો કર્યો હતો કે તેમને `ડી-કંપની` (દાઉદ ઈબ્રાહીમ) સાથે જોડાયેલા હોવાનું કહીં લોકોએ મૅસેજ મળ્યા છે, જોકે તેમણે સ્વીકાર્યું કે તેઓ આ મૅસજની સત્યતા ચકાસી શક્યા નથી.

ફિલ્મને સલમાનની એક્સ સોમી અલીએ આપ્યું સમર્થન