કલ્કિ 2898 ADની સીક્વલમાં દીપિકાની જગ્યા લેશે પ્રિયંકા?

04 December, 2025 12:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં દીપિકાની જગ્યાએ ફિલ્મમેકર્સ પ્રિયંકા ચોપડાને લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે

`કલ્કિ 2898 AD`માં દીપિકા પાદુકોણ

થોડા સમય પહેલાં સમાચાર હતા કે માત્ર ૮ કલાકના કામની શિફ્ટની ડિમાન્ડ કરવાને લીધે દીપિકા પાદુકોણને ‘કલ્કિ 2898 AD’માંથી કાઢી મૂકવામાં આવી હતી. જોકે આ નિર્ણય પાછળનાં ચોક્કસ કારણોની ક્યારેય કોઈએ સ્પષ્ટતા નથી કરી. હવે એક રિપોર્ટ પ્રમાણે પ્રભાસને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મમાં દીપિકાની જગ્યાએ ફિલ્મમેકર્સ પ્રિયંકા ચોપડાને લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. હાલમાં મેકર્સ પ્રિયંકા સાથે વાતચીત કરી રહ્યા છે અને બધી વિગતો ફાઇનલ થઈ જાય એ પછી જ તેના નામની જાહેરાત કરવામાં આવશે.

deepika padukone priyanka chopra upcoming movie entertainment news bollywood bollywood news