કંગના રનૌત લાંબા સમયે ફિલ્મ સેટ પર પાછી ફરી

07 January, 2026 12:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શરૂ કર્યું ‘ભારત ભાગ્ય વિધાતા’નું શૂટિ‍‍‍‍‍ંગ

કંગનાએ સોશ્યલ મીડિયા પર આ ફિલ્મના સેટ પરના કેટલાક ફોટો શૅર કર્યા છે

હિમાચલ પ્રદેશના મંડીની સંસદસભ્ય કંગના રનૌત લાંબા સમય પછી ફિલ્મના સેટ પર પાછી ફરી છે. તેણે તેની આગામી ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’નું શૂટિંગ શરૂ કર્યું છે. કંગનાએ સોશ્યલ મીડિયા પર આ ફિલ્મના સેટ પરના કેટલાક ફોટો શૅર કરીને લખ્યું હતું કે ફિલ્મના સેટ પર પાછા ફરીને સારું લાગી રહ્યું છે.

‘ભારત ભાગ્ય વિધાતા’ કંગનાની જ કંપની મણિકર્ણિકા ફિલ્મ્સના બૅનર હેઠળ બની રહી છે અને ફિલ્મના ડિરેક્ટર મનોજ તાપડિયા છે. આ ફિલ્મમાં શું છે એના વિશે ખાસ કોઈ જાણકારી સામે નથી આવી, પણ જાણવા મળ્યું છે કે કંગના આ ફિલ્મમાં કેન્દ્રસ્થાને હશે અને એમાં સામાન્ય માણસોની અસામાન્ય સિદ્ધિઓની ગાથાઓ હશે.

kangana ranaut upcoming movie entertainment news bollywood bollywood news