હંમેશાં તેમને જ પસંદ કરો જેમણે તમને પસંદ કર્યા છે

09 March, 2026 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કંગના રનૌતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનના અવસરે મહિલાઓને પોતાની શક્તિ ઓળખવાની સલાહ આપી

કંગના રનૌત

ગઈ કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ઍક્ટ્રેસ અને મંડીની સંસદસભ્ય કંગના રનૌતે દેશની તમામ મહિલાઓને ખાસ સંદેશ આપ્યો છે. કંગનાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પોસ્ટ શૅર કરીને મહિલાઓને પોતાની શક્તિ ઓળખવાની સલાહ આપી છે.

કંગનાએ પોતાના સંદેશમાં લખ્યું હતું કે ‘દરેક દિવસ તમારો છે. નારી હોવું એ એક મહાશક્તિ છે. તમારી શક્તિને ઓળખો અને સમજો કે એનો ઉપયોગ પોતાની વિરુદ્ધ નહીં પણ પોતાના લાભ માટે કેવી રીતે કરવો. ઉદાર બનવાથી ક્યારેય પાછળ ન હટવું જોઈએ. આપણે જે બીજાને આપીએ છીએ એ કોઈ ને કોઈ રૂપે ફરી પાછું મળે છે, ભલે તે હંમેશાં આપણી અપેક્ષા મુજબ ન હોય. એથી કોઈ ચિંતા કર્યા વગર જીવનમાં આગળ વધતાં રહેવું જોઈએ.’

કંગનાએ પોતાના સંદેશમાં એ પણ જણાવ્યું હતું કે ‘જીવનમાં સૌથી મહત્ત્વપૂર્ણ છે કે આપણે કોઈનો લાભ ન ઉઠાવીએ અને હંમેશાં ઈમાનદારીથી આગળ વધીએ. સાચી ખુશી એમાં છે કે આપણે પોતાના કામ, પરિવાર અને મિત્રો માટે સંપૂર્ણ સમય અને સમર્પણ આપીએ; પરંતુ સાથે જ એ સમજવું જોઈએ કે સાચો સંતોષ અને કૃતજ્ઞતા આપણી અંદરથી જ આવે છે. હંમેશાં તેમને પસંદ કરો જેમણે તમને પસંદ કર્યા છે. ઊઠો, આગળ વધો, પ્રેમ કરો અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. મહિલા દિનની શુભેચ્છાઓ.’

womens day kangana ranaut entertainment news bollywood bollywood news