13 May, 2025 05:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનૌત
કંગના રનૌત સોશ્યલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. તે પોતાની સાથે જોડાયેલી ઘણી અપડેટ્સ શૅર કરે છે. હાલમાં તેણે સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પોતાનો એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે નાચતી અને મસ્તી કરતી જોવા મળે છે. કંગનાનો આ વિડિયો ઘણો વાઇરલ થઈ રહ્યો છે.
કંગનાએ શૅર કરેલા વિડિયોમાં જોઈ શકાય છે કે એક ઇમારતની બહાર મોર પાંખ ફેલાવીને નાચી રહ્યો છે અને મોરને જોઈને કંગના રનૌત પણ તેની જેમ નાચે છે. તે મોરને જોઈને એના જેવી ચાલ ચાલે છે અને હાથ ફેલાવીને નાચે છે. એ દરમ્યાન કંગનાએ લીલી અને ગુલાબી સાડી પહેરી છે જે તેના પર શોભી રહી છે. એ પછી કંગના બાગમાંના એક આંબા પરથી કાચી કેરી તોડવાની મજા લે છે. આ વિડિયોમાં કંગનાએ ઘાસમાં ચાલતાં-ચાલતાં તસવીરો શૅર કરી છે. એક તસવીરમાં તે ખડખડાટ હસે છે. કંગનાએ આ વિડિયો શૅર કરીને કૅપ્શનમાં લખ્યું છે, ‘જીવતા રહેવા માટે ફક્ત એક જ વસ્તુ જરૂરી છે અને એ છે જીવન. આશા છે કે આપણે ફક્ત જીવી નથી રહ્યા, પરંતુ જીવતા છીએ અને ઉત્સાહભર્યા પણ છીએ.’
કંગનાનો આ વિડિયો ફૅન્સને બહુ ગમ્યો છે.