કંગનાની ભારત ભાગ્ય વિધાતા OTT પ્લૅટફૉર્મ પર બની નંબર વન

18 August, 2026 09:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉક્સ-ઑફિસ પર નબળું પ્રદર્શન કરનાર કંગના રનૌતની ‘ભારત ભાગ્ય વિધાતા’ OTT પર ચર્ચામાં આવી છે. 26/11ના હુમલા પર આધારિત આ ફિલ્મે ડિજિટલ રિલીઝ બાદ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે.

કંગનાની ભારત ભાગ્ય વિધાતા OTT પ્લૅટફૉર્મ પર બની નંબર વન

કંગના રનૌતની ‘ભારત ભાગ્ય વિધાતા’ બૉક્સ-ઑફિસ પર ફ્લૉપ રહી હતી અને આ ફિલ્મ હવે OTT પ્લૅટફૉર્મ ઝી5 પર આવતાંની સાથે જ ધમાલ મચાવી રહી છે અને ટ્રેન્ડિંગમાં નંબર વન સ્થાન પર પહોંચી ગઈ છે. 
સ્વતંત્રતાદિવસને ધ્યાનમાં રાખીને ૧૪ ઑગસ્ટે કંગનાની ‘ભારત ભાગ્ય વિધાતા’ને OTT પ્લૅટફૉર્મ ઝી5 પર ઑનલાઇન સ્ટ્રીમ કરવામાં આવી હતી. OTT પર આવતાંની સાથે જ આ ફિલ્મે દર્શકોનું દિલ જીતી લીધું છે.
‘ભારત ભાગ્ય વિધાતા’માં મુંબઈમાં થયેલા ૨૬/૧૧ના આતંકવાદી હુમલાની ઘટનાને દર્શાવવામાં આવી છે. આ દરમ્યાન મુંબઈની એક સરકારી હૉસ્પિટલની નર્સોએ આતંકવાદીઓનો બહાદુરી અને ચતુરાઈપૂર્વક સામનો કર્યો હતો, જેના કારણે સેંકડો બાળકો અને લોકોના જીવ બચાવી શકાયા હતા. ‘ભારત ભાગ્ય વિધાતા’ પાસેથી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી હતી. ફિલ્મને ક્રિટિક્સ તરફથી પૉઝિટિવ રિસ્પૉન્સ પણ મળ્યો હતો, પણ કમર્શિયલ રીતે આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહી હતી.

kangana ranaut zee5 entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood