વીર સાવરકરની જેલની મુલાકાત લીધી કંગનાએ

27 October, 2021 10:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું હચમચી ગઈ હતી. ક્રૂરતા જ્યારે વધી હતી ત્યારે વીર સાવરકરના રૂપમાં માનવતાએ જન્મ લીધો હતો. તેમણે ઘણી ક્રૂરતાનો સામનો કર્યો હતો.

કંગના રણોત

કંગના રનોટે હાલમાં વીર સાવરકરની જેલની મુલાકાત લીધી છે. કંગના  અત્યારે આંદામાનમાં છે. તે પોર્ટબ્લેરમાં આવેલી સેલ્યુલર જેલ જે કાલાપાની જેલ કહેવાય છે એની મુલાકાતે ગઈ હતી, જ્યાં વીર સાવરકરને રાખવામાં આવ્યા હતા. તેમને જે જેલમાં રાખવામાં આવ્યા હતા એ કોટડીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કંગનાએ પોસ્ટ કરી હતી, ‘આજે અંદામાન આવીને મેં પોર્ટબ્લેરમાં આવેલી કાલાપાની એટલે કે સેલ્યુલર જેલ જેમાં વીર સાવરકરને રાખવામાં આવ્યા હતા એની કોટડીની મુલાકાત લીધી હતી. હું હચમચી ગઈ હતી. ક્રૂરતા જ્યારે વધી હતી ત્યારે વીર સાવરકરના રૂપમાં માનવતાએ જન્મ લીધો હતો. તેમણે ઘણી ક્રૂરતાનો સામનો કર્યો હતો. તેઓ વીર સાવરકરથી કેટલા ડર્યા હશે કે તેમણે દરિયાની વચ્ચે આવેલા એક નાનકડા ટાપુ પર આવેલી કાલાપાની જેલમાં રાખ્યા હતા અને તેમને સાંકળથી બાંધી રાખવામાં આવ્યા હતા. દરિયો તરીને જવો શક્ય નહોતું છતાં તેમને બાંધી રાખવામાં આવ્યા હતા. તેઓ ભાગી જશે એનો ડર તેમને હંમેશાં સતાવતો હતો. આના પરથી નક્કી કરી શકાય કે તેઓ કેટલા કાયર અને સાવરકરજી કેટલા વીર હતા. આ કોટડી આઝાદીનું એક સત્ય છે જેને આપણી ટેક્સ્ટબુકમાં શીખવાડવામાં નથી આવતું. મેં આ કોટડીમાં મેડિટેશન કર્યું હતું અને વીર સાવરકરજીને રિસ્પેક્ટ અર્પણ કરી હતી. સ્વતંત્રતા સેનાનીના આ સાચા નાયકને મારા કોટિ કોટિ પ્રણામ. જય હિન્દ.’

bollywood news bollywood bollywood gossips entertainment news kangana ranaut