23 August, 2026 11:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનૌત
અભિનેત્રી અને સંસદસભ્ય કંગના રનૌત ફરી એક વાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. થોડા સમય પહેલાં જેન-ઝી વિશે ‘ગટર જનરેશન’ જેવી વિવાદાસ્પદ કમેન્ટ કરનારી કંગના હવે સોશ્યલ મીડિયામાં પોતાને જેન-આલ્ફા તરીકે ઓળખાવે છે. આ નવી પોસ્ટ બાદ ફરી એક વાર સોશ્યલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે.
કંગનાએ સોશ્યલ મીડિયામાં એક મજેદાર વિડિયો શૅર કર્યો હતો. વિડિયોમાં એક નાનું બાળક બતાવે છે કે સામાન્ય લોકો અને ઇન્ફ્લુઅન્સર્સ વચ્ચે કોઈ નવી વસ્તુ અજમાવવાનો અનુભવ કેવી રીતે અલગ છે. આ વિડિયો શૅર કરતાં કંગનાએ લખ્યું હતું કે ‘હવે સત્તાવાર રીતે હું પોતાને જેન-આલ્ફા માનું છું. જેન-આલ્ફા એટલે સીધી વાત, કોઈ નૉનસેન્સ નહીં.’
ઍક્ટ્રેસ અને રાજકારણી કંગના રનૌત પોતાના ટીનેજના દિવસોમાં કરિશ્મા કપૂરની ફૅશન-સ્ટાઇલથી ખૂબ પ્રભાવિત હતી. કંગનાએ તાજેતરમાં પોતાની એ સમયની એક થ્રોબૅક તસવીર શૅર કરી છે જેમાં તેનો લુક કરિશ્માએ ૧૯૯૦ના દાયકામાં લોકપ્રિય બનાવેલી સ્ટાઇલની યાદ અપાવે છે. તસવીરમાં કંગના લાઇમ ગ્રીન ટી-શર્ટ પર ડેનિમ ડંગરી પહેરેલી જોવા મળે છે, જ્યારે કમર પર બ્લુ જીન્સનું જૅકેટ બાંધ્યું છે. કંગનાનો આ કૅઝ્યુઅલ અને યુથફુલ લુક કરિશ્માની ફૅશન-સ્ટાઇલની કૉપી લાગે છે.
પોતાની જૂની તસવીર શૅર કરતાં કંગનાએ લખ્યું હતું કે ‘૯૦ના દાયકામાં ઓરિજિનલ ફૅશનિસ્ટા કરિશ્મા કપૂરની કૉપી કોણ-કોણ કરતું હતું? હા હા... હું તો ચોક્કસ કરતી હતી.’