શાહરુખ અને રાજકુમાર હીરાણી સાથે કામ કરવા ઉત્સુક છે કનિકા ઢિલ્લન

24 September, 2021 02:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખ અને રાજકુમાર હીરાણીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કનિકાએ કૅપ્શન આપી હતી ‘મારી આગામી ફિલ્મ માટે હું ખૂબ ઉત્સાહિત છું, કેમ કે મને જે લોકો ગમે છે અને જેની હું પ્રશંસા કરું છું તે બધા સાથે કામ કરી રહી છું.

શાહરુખ અને રાજકુમાર હીરાણી સાથે કામ કરવા ઉત્સુક છે કનિકા ઢિલ્લન

રાઇટર કનિકા ઢિલ્લન તેની આગામી ફિલ્મ માટે શાહરુખ ખાન અને રાજકુમાર હીરાણી સાથે કામ કરવા માટે એક્સાઇટેડ છે. આ ફિલ્મનું નામ હજી સુધી રાખવામાં નથી આવ્યું. કનિકાએ આ અગાઉ ‘હસીન દિલરુબા’, ‘મનમર્ઝિયાં’, ‘કેદારનાથ’ અને ‘જજમેન્ટલ હૈ ક્યા’ની સ્ક્ર‌િપ્ટ લખી હતી. એવું કહેવાય છે કે આ એક સોશ્યલ કૉમેડી રહેશે. કનિકા પહેલી વખત રાજકુમાર હીરાણી સાથે કામ કરવાની છે. કનિકાએ શાહરુખની ‘બિલ્લુ’ માટે સ્ક્ર‌િપ્ટ અને ‘Ra.One’ના ડાયલૉગ્સ અને સ્ક્રીનપ્લે લખ્યાં હતાં. સાથે જ ‘ઓમ શાંતિ ઓમ’માં તેણે અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. શાહરુખ અને રાજકુમાર હીરાણીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કનિકાએ કૅપ્શન આપી હતી ‘મારી આગામી ફિલ્મ માટે હું ખૂબ ઉત્સાહિત છું, કેમ કે મને જે લોકો ગમે છે અને જેની હું પ્રશંસા કરું છું તે બધા સાથે કામ કરી રહી છું. આ તો મારા માટે સુપર સ્પેશ્યલ છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news