06 March, 2026 10:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
સિંગર કનિકા કપૂર હાલમાં તેની બ્રૅન્ડેડ બૅગને કારણે સોશ્યલ મીડિયામાં ચર્ચાનું કારણ બની ગઈ છે. હાલમાં કનિકા લુઈ વિટ્ટોં બ્રૅન્ડની ‘પેઇન્ટ કૅન’ સ્ટાઇલ બૅગ સાથે જોવા મળી હતી. આ બૅગની સ્ટાઇલ જોઈને યુઝર્સ એની સરખામણી પેઇન્ટના ડબ્બા સાથે કરવા લાગ્યા. હકીકતમાં બૅગની ડિઝાઇન ખાસ એવી રીતે બનાવાઈ છે કે ખરેખર એ પેઇન્ટના ડબ્બા જેવી લાગે છે. માર્કેટ-પ્રાઇસ મુજબ આ પેઇન્ટના ડબ્બા જેવી દેખાતી બૅગની કિંમત અંદાજે ૧,૯૧,૫૨૨ રૂપિયા જેટલી છે. જોકે અલગ-અલગ વેબસાઇટ્સ પર એની કિંમતમાં થોડો ફરક જોવા મળે છે.