24 October, 2025 12:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનું પોસ્ટર
કૉમેડિયન કપિલ શર્માએ ૨૦૧૫માં ‘કિસ કિસ કો પ્યાર કરું’ ફિલ્મ સાથે ઍક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. હવે ૧૦ વર્ષે આ ફિલ્મની સીક્વલ ‘કિસ કિસ કો પ્યાર કરું 2’ આવી રહી છે જેનું મોશન પોસ્ટર કપિલે ગઈ કાલે જાહેર કર્યું હતું. આ ફિલ્મ ૧૨ ડિસેમ્બરે રિલીઝ થશે એવી જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મનું જે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે એમાં કપિલ શર્મા દુલ્હો બન્યો છે અને ડોલી પર બેઠો છે જેને ચાર દુલ્હનોએ ઉપાડી છે. સાથીકલાકાર મનજોત સિંહ આ દૃશ્ય જોઈને હતપ્રભ છે. આ ફિલ્મમાં જે હિરોઇનો છે એ છે હીરા વરિના, ત્રિધા ચૌધરી, પારુલ ગુલાટી અને આયેશા ખાન. કપિલે આ ફિલ્મ માટે સોશ્યલ મીડિયા પર લખ્યું છે : ડબલ કન્ફ્યુઝન અને ચાર ગણા ફન માટે તૈયાર થઈ જાઓ.