દાદી કી શાદીમાં એકસાથે જોવા મળશે કપૂર કન્યાઓની ત્રણ પેઢી

20 April, 2026 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મના સેન્ટી સૉન્ગમાં નીતુ કપૂર દીકરી રિદ્ધિમા કપૂર સાહની તેમ જ દોહિત્રી સમારા સાથે જોવા મળશે

કપૂર પરિવારની ત્રણ પેઢીઓની મહિલાઓ એકસાથે સ્ક્રીન પર

કૉમેડિયન કપિલ શર્માની ૮ મેએ રિલીઝ થનારી ફિલ્મ ‘દાદી કી શાદી’ લોકોમાં ચર્ચાનો વિષય બની છે. આ ફિલ્મ દ્વારા રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહની ડેબ્યુ કરી રહી છે. હાલમાં ફિલ્મનું એક ગીત રિલીઝ થયું છે જેમાં

એક ખાસ સરપ્રાઇઝ પણ જોવા મળી છે. ‘દાદી કી શાદી’ના રિલીઝ થયેલા ‘સેન્ટી’ ગીતમાં રિદ્ધિમા કપૂરની દીકરી સમારા પણ જોવા મળી રહી છે. આમ આ ગીતમાં રિદ્ધિમા કપૂર પોતાની દીકરી સમારા અને માતા નીતુ કપૂર સાથે સ્ક્રીન શૅર કરે છે જેને કારણે કપૂર પરિવારની ત્રણ પેઢીઓની મહિલાઓ એકસાથે સ્ક્રીન પર જોવા મળશે.

upcoming movie kapil sharma neetu singh neetu kapoor riddhima kapoor sahni entertainment news bollywood bollywood news