22 October, 2025 08:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જોઈ લો કરણ જોહરનાં ટ્વિન્સને
ફિલ્મમેકર કરણ જોહરનાં જોડિયાં સંતાનો દીકરો યશ અને દીકરી રૂહી ૮ વર્ષનાં થઈ ગયાં છે. કરણે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં દિવાળીની પૂજા વખતની બાળકો સાથેની તસવીરો શૅર કરીને બધાને તહેવારની ખુશીઓની શુભેચ્છા પાઠવી છે અને કહ્યું છે, ‘બધાને દિવાળીની હાર્દિક શુભેચ્છા. આ વર્ષ પ્રકાશ, પ્રેમ અને હાસ્યથી ભરપૂર હોય. મારા તરફથી તમે... તહેવારની ખુશીઓની શુભેચ્છા.’
કરણ અને બાળકોએ આ પૂજા વખતે મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલાં વસ્ત્રો પહેર્યાં હતાં અને તેમના ચહેરા પર સેલિબ્રેશનનો આનંદ સ્પષ્ટ દેખાતો હતો.