17 February, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરણ જોહર
કરણ જોહરે તેની કરીઅર દરમ્યાન અનેક સુપરહિટ અને બ્લૉકબસ્ટર ફિલ્મો આપી છે. તે પોતાની ફિલ્મો સિવાય નેપોટિઝમના વિવાદ સહિત બીજા અનેક મુદ્દાઓને કારણે ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી તે પોતાના ટ્રાન્સફૉર્મેશનને કારણે પણ ચર્ચામાં છે. બાવન વર્ષના કરણ જોહરને હાલમાં મુંબઈ ઍરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવ્યો હતો જ્યાં તેના લુકને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.
ફિલ્મમેકરે Doublet બ્રૅન્ડનું સ્વેટર અને પૅન્ટ પહેર્યાં હતાં. આ આઉટફિટનો લુક એકદમ ચીંથરેહાલ હતો. જોકે આ સ્વેટરની કિંમત અંદાજે દોઢ લાખ રૂપિયા છે. કરણનું આ સ્વેટર અને પૅન્ટ ઘણી જગ્યાએથી ફાટેલાં હતાં જેને જોઈને યુઝર્સે મજાક શરૂ કરી દીધી. એક યુઝરે કરણને ટ્રોલ કરીને લખ્યું, ‘બિલ્યનેરનો ભિખારી લુક.’ કરણના લુક પર યુઝર્સ કમેન્ટ કરીને તેમનું આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.
આ પહેલાં કરણ જોહર તેના ટ્રાન્સફૉર્મેશનને કારણે ચર્ચામાં છે. પ્રોડ્યુસરે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણું વજન ઘટાડ્યું છે, જેના કારણે તેનો લેટેસ્ટ લુક લોકો માટે આશ્ચર્યનું કારણ બની રહ્યો છે.