20 October, 2025 06:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરણ જોહરનું ગૌરી ખાન સાથે લંડનમાં આઉટિંગ, મહીપ કપૂર અને ભાવના પાંડેએ આપી કંપની
કરણ જોહર હાલમાં લંડનમાં રજાઓ ગાળી રહ્યો છે. હાલમાં સલમાને પોતાના સોશ્યલ મીડિયા પર એક તસવીર શૅર કરી છે જેમાં તેની સાથે ગૌરી ખાન, મહીપ કપૂર અને ભાવના પાંડે લંડનના રસ્તાઓ પર પોઝ આપતાં જોવા મળ્યાં હતાં. આ સિવાય અન્ય તસવીરમાં કરણ અને તેની ગર્લ ગૅન્ગ લંડનની એક રેસ્ટોરાંમાં ડિનરનો આનંદ માણતી પણ જોવા મળી રહી છે. આ સમયે કરણની સાથે તેનો ખાસ મિત્ર અદર પૂનાવાલા પણ જોવા મળી રહ્યો છે.