01 May, 2026 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણ સિંહ ગ્રોવર અને બિપાશા બાસુ
કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બાસુનાં લગ્નની ગઈ કાલે દસમી વર્ષગાંઠ હતી. આ ખાસ અવસર પર કરણે ખૂબ જ રોમૅન્ટિક અંદાજમાં બિપાશાને વિશ કર્યું છે. તેણે સોશ્યલ મીડિયામાં એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયો સાથે કરણે કૅપ્શન લખી છે, ‘તું હતી, તું છે અને હંમેશાં મારું સર્વસ્વ રહીશ. તું મારી દરેક ધડકન છે, દરેક શ્વાસ છે, મારી તાકાત છે, મારી એન્જલ છે. તું જ મારી ઓળખનો આધાર છે, તારો પ્રેમ મારી ઢાલ છે અને મારો સુપરપાવર છે, આજે હું જે કંઈ છું એ ફક્ત તારા કારણે છું, આઇ લવ યુ, માય બેબી. હૅપી ટેન્થ ઍનિવર્સરી.’
બિપાશાએ પણ આ અવસર પર પોતાના પતિ માટે પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેણે પોસ્ટ શૅર કરીને લખ્યું, ‘સૌથી પ્રેમાળ માણસ સાથે આનંદનાં ૧૦ વર્ષ. ભગવાનને ખબર હતી કે મને સૌથી વધુ શું જોઈએ. મારું જીવન પ્રેમ અને સાદગીની આસપાસ ફરે છે... નાની-નાની પળો... જીવનની નાની ખુશીઓ અને તમે દરરોજ અમારી જિંદગીને આ ખુશીઓથી ભરપૂર બનાવી દો છો. અમારા બનવા માટે આભાર. હું અને દેવી દુનિયાની સૌથી નસીબદાર છોકરીઓ છીએ. હૅપી ટૅન્થ મંકીવર્સરી.’