કરીના બની રહી છે ટ્રોલિંગ ક્વીન?

22 October, 2021 03:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાર્કિંગ સ્પેસમાં કૉફી પીધી હોવાથી સોશ્યલ મીડિયા પર કરવામાં આવી ટ્રોલ

કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાનને લોકોએ એટલા માટે ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે, કેમ કે તે પાર્કિંગ સ્પેસમાં કૉફી-મગ લઈને ઊભી હતી. તે વારંવાર ટ્રોલનો શિકાર બની રહી છે. સૈફ અને તેની વચ્ચેની ઉંમરથી લઈને અને બાળકોનાં નામથી લઈને તે જે પણ કરે છે એમાં તેને ટ્રોલ કરવામાં આવે છે. કરીનાનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. વિડિયોમાં તે મગ લઈને ઊભી છે. ત્યાર બાદ તેની કાર આવે છે અને તે કારમાં બેસીને ચાલી જાય છે. તેણે ડૅનિમ અને ઑફ વાઇટ ટૉપ પહેર્યું છે. આ વિડિયો જોઈને લોકો વિવિધ સવાલ પૂછી રહ્યા છે કે તે શૂટ પર જતી વખતે મગ લઈને શું કામ નીકળી? લોકો એમ પણ પૂછી રહ્યા છે કે તે આલીશાન મકાનમાં રહે છે તો ઘરમાં બેસીને કેમ કૉફી નથી પીતી. તો કેટલાકનું માનવું છે કે કરીના એટલી બધી બિઝી છે કે તેની પાસે ઘરે શાંતિથી બેસીને કૉફી પીવાનો સમય પણ નથી. તો કેટલાકે સવાલ કર્યો છે કે તે ક્યારેય માસ્ક નથી પહેરતી. શું તેણે કોઈ અલગ વૅક્સિન લીધી છે. કરીના તેના કૅર-ફ્રી ઍટિટ્યુડને કારણે ટ્રોલ્સના નિશાન પર અચુક આવી જાય છે.

entertainment news bollywood bollywood news bollywood gossips kareena kapoor