07 October, 2026 04:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન
શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ આ જ વર્ષે ડિસેમ્બરમાં ક્રિસમસ વખતે રિલીઝ થવાની છે. આ ફિલ્મ દ્વારા શાહરુખની દીકરી સુહાના ખાન થિયેટ્રિકલ ડેબ્યુ કરવા જઈ રહી છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન, રાની મુખરજી અને દીપિકા પાદુકોણ જેવાં સ્ટાર્સ તો પહેલાંથી જ કામ કરી રહ્યાં છે, પણ રિપોર્ટ છે કે હવે ફિલ્મમાં કરીના કપૂરની સરપ્રાઇઝ એન્ટ્રી થઈ છે.
શાહરુખ અને કરીનાની જોડી છેલ્લે ૧૫ વર્ષ પહેલાં આવેલી ‘રા.વન’માં જોવા મળી હતી અને હવે કરીના ‘કિંગ’માં સ્પેશ્યલ અપિયરન્સ કરી રહી હોવાની ચર્ચા છે. મળતી માહિતી પ્રમાણે કરીના ફિલ્મમાં શાહરુખ સાથે ‘ડૅડી કૂલ’ નામના એક ધમાકેદાર ગીતમાં જોવા મળશે. આ ગીતને ફિલ્મની હાઇલાઇટ પણ કહેવામાં આવી રહ્યું છે. આ મહિનાના અંતમાં સાઉથ આફ્રિકામાં લગભગ પાંચ દિવસ સુધી ગીતનું શૂટિંગ થશે અને આ ગીતને ખૂબ મોટા સ્તરે પ્લાન કરવામાં આવી રહ્યું છે.