03 July, 2025 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રભાસ અને કરીના કપૂર
કરીના કપૂર બૉલીવુડની ટોચની હિરોઇન તો છે, પણ હવે તે સાઉથની ઇન્ડસ્ટ્રીમાં પોતાનો જાદુ ફેલાવવાની છે. રિપોર્ટ પ્રમાણે કરીના ‘ધ રાજાસાબ’માં પ્રભાસ સાથે જોવા મળશે. મળતી માહિતી પ્રમાણે ‘ધ રાજાસાબ’માં કરીના કપૂર કોઈ પાત્રમાં જોવા નહીં મળે, પરંતુ તે એક સ્પેશ્યલ ડાન્સ કરવા જઈ રહી છે. જોકે આ વાતને નિર્માતાઓ કે કરીના તરફથી કોઈ સત્તાવાર સમર્થન નથી મળ્યું. આ આઇટમ-ડાન્સમાં કરીના અને પ્રભાસ એકસાથે ડાન્સ કરતાં જોવા મળશે.
મારુતિના નિર્દેશનમાં બનેલી ‘ધ રાજાસાબ’માં પ્રભાસ સાથે પહેલેથી જ ત્રણ મુખ્ય અભિનેત્રીઓ છે. આ ફિલ્મ આ વર્ષે પ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ પ્રત્યે લોકોની ઉત્સુકતા વધે એ માટે હવે એમાં કરીના કપૂરનો આઇટમ-ડાન્સ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
‘ધ રાજાસાબ’માં પ્રભાસ સાથે સંજય દત્ત પણ છે. એવું પણ કહેવાય છે કે ફિલ્મમાં નયનતારા પણ એક આઇટમ-સૉન્ગ કરવાની છે.