કાર્તિક આર્યન અને શ્રીલીલાની ફિલ્મ દિવાળી પહેલાં જ કરી દેવાશે રિલીઝ

02 April, 2026 11:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મનું દિગ્દર્શન અનુરાગ બાસુ કરી રહ્યો છે

હાલ માટે આ ફિલ્મનું નામ ‘તૂ મેરી ઝિંદગી હૈ’ હોવાનું કહેવાઈ રહ્યું છે

કાર્તિક આર્યન અને સાઉથની ઍક્ટ્રેસ શ્રીલીલા જલદી જ એક મ્યુઝિકલ ફિલ્મમાં સાથે જોવા મળશે. હાલ માટે આ ફિલ્મનું નામ ‘તૂ મેરી ઝિંદગી હૈ’ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ફિલ્મને લઈને ફૅન્સમાં પહેલાંથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન અનુરાગ બાસુ કરી રહ્યો છે અને તે ફિલ્મનું શૂટિંગ ઝડપથી પૂર્ણ કરવા પ્રયત્નશીલ છે. રિપોર્ટ મુજબ ‘રામાયણ’ સાથે ટક્કર ટાળવા મેકર્સ ફિલ્મને દિવાળી પહેલાં જ રિલીઝ કરવા માગે છે. આ કારણે જ ‘તૂ મેરી ઝિંદગી હૈ’ને ઑક્ટોબર મહિનામાં રિલીઝ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે જેથી ફિલ્મને બૉક્સ-ઑફિસ પર વધુ સ્પેસ મળી શકે.

kartik aaryan sreeleela upcoming movie anurag basu entertainment news bollywood bollywood news